________________
(૧૦૦)
પ્રબોધ પ્રભાકર,
“અસ્તેય માતમ ” पुण्यानुष्टानजातानि प्रणश्यन्तीहदहिनाम् परविचामिषग्रास लालसानांधरातले
આ જગતમાં પરધનરૂપ માંસના ટુકડાના લાલસાવાળા માણસના પુણ્યરૂપ આચરણના સમૂહ નાશ થાય છે. ૧
भ्रातरःपितरःपुत्राः स्वकुल्यामित्रवान्धवाः संसर्गमपिनेच्छन्ति क्षणार्धमिहतस्करैः ३९७.
બંધુઓ, માતાપિતા, પુત્ર, પોતાના કુટુંબીઓ તથા મિત્રો, એ બધાં, ચોરી કરનાર પોતાના સંબંધી હોય તો પણ એક ક્ષણવાર સંગ કરતાનથી. ૨ नात्मरक्षांनदाक्षिण्यं नोपकारंनधर्मताम नसतांशंसितं कर्म चौर:स्वप्नेऽपिबुथ्यति ३९८ . જે ચેરી કરે છે તે પોતાની રક્ષા કરી શકતું નથી તેમ ચતુરાઈને ભુલી જાય છે, કરેલા ઉપકારને કે ધર્મને ઓળખતે નથી, પુરૂષોને કરવા યોગ્ય કાર્યને સ્વનામાં પણ સમજતો નથી. ૩ विशन्तिनरकंघोरं दुःखज्वालाकरालितम् अमुत्रनियतंमूढाः प्राणिनचौर्यचर्विताः ३९९
ચોરી કરનારા મૂઢ માણસ આંહી તે દુઃખ ભોગવે છે પણ મરણ પછી પરલોકમાં દુઃખરૂપ અગ્નિ જવાળાથી ભયંકર ઘેર નર્કમાં પડે છે. ૪
॥ इति अस्तेय प्रकरण श्लोकाः ४ ॥