________________
જ્ઞાનાર્ણવ.
(૭૫), तस्मादि विनिष्क्रान्तः स्थावरेषु प्रजायते त्रसत्वमथवाऽप्नोति प्राणी केनापि कर्मणा ३००
તે નિત્ય નીગોદમાંથી નિકળે તે પૃથિવ્યાદિ સ્થાવરમાં ઉત્પન્ન થાય છે, ત્યાર બાદ જીવ કઈ પણ કર્માવડે ત્રસ ગતિમાં જન્મે છે. ૨
यत्पर्याप्तस्तथा संज्ञी पश्चाक्षेऽवयवान्वितः तिर्यक्ष्वपि भवत्यङ्गी तन्त्र स्वल्पाऽशुभक्षयात् ३०१
કદાચિત્ ત્રસગતિ પામે પણ પૂર્ણ અવયવવાળું તિચપણું એાછા પાપના ક્ષયથી મળતું નથી તેમાં પણ મનસહિત પંચેદિય પશુનું શરીર દુર્લભ છે. અને સંપૂર્ણ અવયવો પામવા તેતે અતિ દુર્લભ છે. ૩
नरत्वं यद्गुणोपेतं देशजात्यादिलक्षितम् पाणिनःप्राप्नुवन्त्यत्र तन्मन्येकर्मलाघवात् ३०२
જ્યારે કર્મનો નાશ થાય છે ત્યારેજ જીવો સર્વગુણ સંપન્ન મનુષ્યપણું, સારો દેશ, ઉત્તમ જ્ઞાતિ, ઉત્તમ કુળ, વગેરે મેળવી શકે છે. ૪
आयुःसर्वाक्षसामग्री बुद्धिःसाध्वी प्रशान्तता यत्स्यात्तत्काकतालीयं मनुष्यत्वेऽपि देहिनाम् ३०३
મનુષ્યભવમાં પણ દીર્ધાયુ, પાંચે ઈન્દ્રિયની પૂર્ણ સામગ્રી, સારી બુદ્ધિ અને શાંત સ્વભાવનો વેગ મળ તે કાકતાલીય જે દુર્લભ છે. ૫ ततो निर्विषय चेतो यमप्रशमवासितम् यदि स्यात्पुण्ययोगेन न पुनस्तत्त्वनिश्चयः ३०४
કદાચ પુણ્યગથી ઉપર કહેલી સામગ્રી મળે પણ વિષય રહિત યમ પ્રશમરૂપ શુદ્ધ ભાવનાવાળું ચિત્ત થવું તે કરી છે તેમાં પણ તત્વ જ્ઞાન પ્રાપ્ત થવું તેતે અત્યંત દુર્લભ છે. ૬