________________
( ૯૪)
પ્રબોધ પ્રભાકર.
પિતાના પુત્ર, પૌત્રાદિ વંશને માણસો ઘણી જ કાળજીથી પાળે છે, અને બીજાઓ (પશુઓ) ના બાળ બચ્ચાઓને મારી નાખે છે. આવા જુલ્મનું શું કારણ હશે તે સમજાતું નથી. ૭ तपः श्रुतयमज्ञान ध्यानदानादिकर्मणाम् सत्यशीलवतादीना महिंसा जननी मता ३७०
તપ, શાસ્ત્રજ્ઞાન, યમ (મહાવ્રત) જ્ઞાન, ધ્યાન, દાન, અને સત્યશીલ વગેરે સત્કર્મોની માતા જ્ઞાનીઓએ અહિંસા માનેલી છે. ૮
करुणा च विज्ञानवासितं यस्य मानसम् इन्द्रियार्थेषु निःसङ्गं तस्य सिद्धसमीहितम् ३७१
જે મનુષ્યનું ચિત્ત દયાવાળું તથા જ્ઞાનથી નિર્મળ બન્યું હોય, અને વિષયથી વિમુખ હોય તેજ પુરૂષેની મનવાંછિત સિદ્ધિ થાય. ૯ द्वयोरपि समं पापं निर्णीतं परमागमे वधानुमोदयोः कोरसत्संकल्पसंश्रयातू ३७२
શાસ્ત્રોમાં હિંસા કરનારને તથા હિંસાને અનુમોદન આપનાર બને માણસને સરખું પાપ ગયું છે કેમકે બન્નેને અશુભ સંકલ્પને આશ્રય કરવો પડે છે. ૧૦
अहिंसैकाऽपि यत्सौख्यं कल्याणमथवा शिवम् दचे तद्देहिनां नायं तपःश्रुतयमोत्करः . ३७३
ઘણીવખત અહિંસા એકલી તેજ પ્રાણીને જે સુખ, કલ્યાણ કે શાંતિ આપે છે તેટલી શાંતિ તપ, શાસ્ત્રજ્ઞાન, કે વ્રત નથી આપતા. ૧૧