________________
જ્ઞાનાવ.
(
૩ )
सौख्यार्थे दुःखसन्तानं मङ्गलार्थे ऽप्यमङ्गलम् जीवितार्थे ध्रुवं मृत्यु कुता हिंसा प्रयच्छति ३६६
સુખને માટે કરેલી હિંસા દુઃખની પરંપરાને કરે છે. મંગળને અર્થે કરેલી હિંસા અમંગળ કરે છે, જીવવા માટે કરેલી હિંસા મૃત્યુ કરે છે. ૪ विहाय धर्म शमशीललाञ्छितं दयावहं भूतहितं गुणाकरम् मदोद्धता अक्षकषायवञ्चिता दिशन्ति हिंसामपिदुःखशान्तये ३६७
જે પુરૂષ ગર્વમાં ઉદ્ધત છે તથા ઈહિના વિષય કપાયથી ઠગાયેલા છે. તે ઉપશમરૂપ શીલથી અંકિત, દયામયી જીવેને હિતકર, અને ગુણ નિધાન એવા દયા ધર્મને છેડી દઇ દુઃખની શાંતિને માટે હિંસાને ધર્મમાની હિંસા કરવાનો ઉપદેશ આપે છે. ૫
सकलजलधिवेला वारिसीमां धरित्री नगर नगसमयां स्वर्णरत्नादिपूर्णाम् यदि मरणनिमिचे कोऽपि दद्यात्कथंचितू तदपि न मनुजानां जीविते त्यागबुद्धिः ३६८
જે કઈ માણસ, મરણના બદલામાં શહેર ને પર્વત સહિત સુવર્ણ અને રત્નથી ભરેલી સમુદ્રના છેડા સુધીની આખી પૃથ્વી દાનમાં આપે તે પણ માણસ તેવા લાભથી પોતાના મતને ઈચ્છતા નથી, એટલે આખી પૃથ્વીની સંપત્તિ કરતાં જીવીતની કિંમત ઘણીજ મેટી છે. ૬ स्वपुत्रपौत्रसन्तानं वर्धयन्त्यादरैर्जनाः व्यापादयन्ति वान्येषामत्र हेतुर्न बुध्यते ३६९