________________
દેહનિન્દા પ્રકરણ, (૨૯) स्त्रीपुंसोः संयोगात् सम्पाते शुक्रशोणितयोः प्रविशन् जीवः शनकैः स्वकर्मणा देहमाधत्ते ११४
સ્ત્રી પુરૂષના સંયોગથી, રૂધિર અને વીર્યના, મિશ્ર ભાવમાં ધીમે ધીમે, જીવ પ્રવેશ કરતે થકે, પિતાના કર્મે શરીરને ધારે છે. ૮ માતાના ઉદરમાં દાખલ થયા બાદ જીવને સંકટ કેવું પડે છે તે કહે છે. मात्गुरूदरदयों कफमूत्रपुरीषपूर्णायाम्
जठराग्निज्वालायां नवमासं पच्यते जन्तुः ११५ કફ, મૂત્ર, અને વિષ્ટાથી ભરપુર એવા, માતાના પેટ રૂપી ગુફામાં; નવ મહિના સુધી જીવ જઠરાગ્નિમાં પરિપક્વ થાય છે. ૯
दैवात्ममूतिसमये शिशुस्तिरधीनतां यदा याति शस्त्रैविखंड्य स तदा बहिरिह निष्काष्यतेऽति बलात् ११६ ત્યારબાદ જન્મ વખતે દૈવ ઈચ્છાથી, ગર્ભ આડે થઈ ગયો હોય તે, શસ્ત્રોથી કાપી કટકા કરી, બલાત્કારે માતાના ઉદરમાંથી કાઢે છે. ૧૦
अथवा यंत्रच्छिद्रा द्यदा तु निःसार्यते प्रबलैः प्रसवसमीरैश्चतदा यक्लेशः सोऽप्यनिर्वाच्यः ११७
અથવા જ્યારે જન્મ થાય છે ત્યારે, બળવાન પ્રતિના પવન વડે, માતાના ઉદરમાંથી ગર્ભ નીકળે છે, તે વખતનું દુઃખ પણ કહી શકાય તેવું નથી. ૧૧
“જન્મ થયા પછી પણ સંસારમાં જીવને સુખ નથી તે જણાવે છે.” आधि व्याधि वियोगात्मीयविपतूकलहदीर्घ दारिद्यैः जन्मानन्तर मापियः क्लेशः स किं शक्यते वक्तुम् ११८