________________
(૨૮)
પ્રબોધ પ્રભાકર, શાસ્ત્રોક્ત અભ્યાસ, અધ્યાત્મ જ્ઞાન, અને ભક્તિ ઈત્યાદિ ઉપાયો વડે યુક્ત હોય પણ જ્યાં સુધી ચિત્તમાં વિષયથી વિરક્તિ ન થઈ હોય ત્યાં સુધી મનુષ્ય મુક્તિનો અધિકારી થતું નથી. ૪
वैराग्य मात्मबोधो भक्तिश्चेति त्रयं गदितम् मुक्ती साधन मादौ तत्रविरागो वितृष्णता प्रोक्ता १११ મહાત્મા પુરૂષયે મુક્તિ મેળવવામાં ત્રણ સાધને કહ્યાં છે. ૧ વૈરાગ્ય. ૨ આત્મ જ્ઞાન ૩ પ્રભુ ભક્તિ; તેમાં દરેક વસ્તુઓમાં આ સક્તિ ન રાખવી તેનું નામ વૈરાગ્ય. ૫
सा चाहंममताभ्यां प्रच्छन्ना सर्व देहेषु तत्राहंता देहे ममता भार्यादिविषयेषु ११२ તે વૈરાગ્ય, દરેક પ્રાણિયેના શરીરમાં અહંકાર અને મમતારૂપ બે પડદાથી ઢંકાયેલ છે, શરીરમાં હું પણું તે અહંકાર, અને શ્રી, પુત્ર, ધન, વગેરેમાં મારાપણું તે મમતા કહેવાય છે. ૬
અહંકાર અને મમતા કેમ છુટે, તેનો ઉપાય કહે છે. देहः कि मात्मकोऽयं कः सम्बन्ध स्तथा विषयः एवं विचार्यमाणे ऽहन्ता ममता निवर्तेते ११३
આ દેહ શું વસ્તુ છે અને સ્ત્રી પુત્રાદિક સાથે દેહને શું સંબંધ છે, પાંચ ભૂતથી બનેલો દેહ છે આત્મા દેહથી ભિન્ન છે. સ્ત્રી, પુત્રાદિકનો સંબંધ પણ ખે છે, એમ વિચાર કરવાથી અહંકાર અને મમતા દૂર થાય છે. ૭