________________
૧૦
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ–સંકલન એવા નિશ્ચયનયથી આત્મા અશુદ્ધ ભાવોનો કર્તા-ભોક્તા નથી, એ સર્વ વાત સિદ્ધ થાય છે. તેથી સાંખ્યમત સાથે વિરોધ થાય નહિ, પરંતુ સાંખ્ય એકાંતે પુરુષ અને પ્રકૃતિનો ભેદ માને છે. તેથી તેનું નિરાકરણ કરવા માટે એકાંતે નિશ્ચયનય ન સ્વીકારતાં વ્યવહાલયથી આત્મા કર્મનો કર્તા અને કર્મનો ભોક્તા છે, તે સ્થાપન કરેલ છે, કે જેથી વ્યવહારનય ઉપર જીવનારાં સમ્યત્ત્વનાં છ સ્થાનો સિદ્ધ થાય અને શુદ્ધ વ્યવહાર સપ્રવૃત્તિનું કારણ બને. સાંખ્યમતની માન્યતા ગાથા-પ૩ સુધી બતાવીને ત્યાર પછી વેદાંત અને સાંખ્ય એ બે મત એકાંતવાદરૂપ હોવાથી કઈ રીતે સંગત નથી, તે ગાથા-૫૪ થી ૮૦ સુધી બતાવેલ છે. ત્યાં પ્રથમ વેદાંતી અને સાંખ્ય બંનેને સરખો દોષ આપતાં કહે છે કે, જો જીવ કર્તા નથી, તો સંસાર અને મોક્ષ બે ય ઘટે નહિ, કેમ કે સંસારના ભાવોનો કર્તા જીવ હોય તો જ સંસાર ઉત્પન્ન થાય, અને સંસારના ભાવોને છોડીને જીવ યોગસાધનામાં યત્ન કરે તો જ મોક્ષની નિષ્પત્તિ
થાય.
' વળી, સાંખ્ય આત્માથી પ્રકૃતિને એકાંતે ભિન્ન માનીને પ્રકૃતિ જ કર્તા છે, તેમ કહે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે, જો પ્રકૃતિ જ કર્તા હોય તો પ્રકૃતિ જ બંધાય છે અને સાધના કરીને પ્રકૃતિ જ છૂટે છે, તેમ માનવું પડે; પરંતુ જીવ તો બંધાયેલો પણ નથી અને મુક્ત પણ થતો નથી, તેથી કોઈ વિચારકની મોક્ષાર્થે પ્રવૃત્તિ થઈ શકે નહિ.
વળી, સાંખ્ય અને વેદાંતી બંને આત્માને ફૂટસ્થ નિત્ય માને છે, તેને ગ્રંથકાર કહે છે કે, સાંખ્યમતે પ્રકૃતિનો નાશ થાય છે. તેથી પ્રકૃતિના નાશથી કે અવિદ્યાના નાશથી આત્મદશા ફરે છે, માટે આત્મા ફૂટસ્થ નિત્ય રહ્યો નથી, પરંતુ પરિણામી - સિદ્ધ થાય છે. અને તેમ ન માનીએ તો મોક્ષ વખતે આત્માને અધિક શું પ્રાપ્ત થાય? અને મોક્ષ વખતે અધિક પ્રાપ્ત થતું ન હોય તો સાધના માટે કોઈ વિચારક પ્રયાસ કરે નહિ. આ કથન દ્વારા આત્માનું કર્તુત્વ સિદ્ધ થાય છે.
વળી, માયાનાશથી આત્મામાં કોઈ પરિવર્તન થતું નથી; એમ જે વેદાંતી કહે છે, તેનું નિરાકરણ અનુભવસિદ્ધ એવા વ્યવહારિક દષ્ટાંતથી ગાથા-પ૭/૫૮ માં બતાવેલ છે. જેથી ખ્યાલ આવે કે, માયાનાશ વેદાંતીને ઈષ્ટ હોવા છતાં અને તેના માટે જ વેદાંતનો ઉપદેશ છે, તેથી માયાનાશથી પોતાને કાંઈક પ્રાપ્ત કરવું છે, તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org