________________
સમ્યત્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ–સંકલન ૩૩ માં ભાવન કરેલ છે. આ રીતે ગાથા-૩૩ સુધીમાં એકાંત ક્ષણિકવાદનું નિરાકરણ થયું. તેથી સમ્યક્તનું બીજું સ્થાન “આત્મા નિત્ય છે” તે સિદ્ધ થાય છે.
જો કે, સાધનાની દૃષ્ટિએ આત્મા નિત્યાનિત્યરૂપ છે, તો પણ શરીરથી જુદો આત્મા છે, તેમ પ્રથમ સ્થાનમાં સ્થાપન કર્યું અને શરીરથી જુદો એવો આત્મા શાશ્વત છે, તે બીજા સ્થાનમાં સ્થાપન કર્યું. તેથી આરાધક જીવ શરીરથી જુદા એવા આત્મા પ્રત્યે રાગ કેળવીને સંસારના તુચ્છ પદાર્થોના રાગને છોડીને આત્મહિત સાધવા માટે પ્રયત્નશીલ બની શકે.
સમ્યક્તનું ત્રીજું સ્થાન “આત્મા કર્મો કર્યા છે અને સમ્યક્તનું ચોથું સ્થાન “આત્મા કર્મનો ભોક્તા” છે, એ બતાવવા અર્થે પ્રથમ વેદાંતી અને બીજો સાંખ્ય જે આત્માને કર્તા અને ભોક્તા માનતા નથી, આમ છતાં મોક્ષની સાધનાનો ઉપદેશ આપે છે, તે વાત બતાવવા માટે પ્રથમ વેદાંત મત કઈ રીતે આત્માને કર્તાભોક્તા માનતો નથી, તે ગાથા-૩૪ થી બતાવેલ છે.
વેદાંતી કહે છે કે, જગતમાં “બ્રહ્મ સત્ય છે, આખું જગત મિથ્યા છે.” જેમ – સ્વપ્નમાં દેખાતા પદાર્થો વાસ્તવિક હોતા નથી, તેમ જ્યાં સુધી જીવને બ્રહ્મનું જ્ઞાન પ્રગટયું નથી, ત્યાં સુધી આ સર્વ પ્રપંચ દેખાય છે. શુદ્ધ બ્રહ્મ એ સત્ય છે અને તે કોઈ પ્રવૃત્તિ કરતો નથી અને કોઈ પદાર્થનો ભોક્તા નથી. આ પ્રકારની વેદાંતીની માન્યતા શુદ્ધ દ્રવ્યાતિજ્જયમાંથી ઊઠેલી છે અને શુદ્ધ દ્રવ્યાસ્તિકનયથી તેની તે વાત સાચી હોવા છતાં એકાંતે તે નયનું અવલંબન લઈને પ્રપંચને એકાંતે મિથ્યા તેઓ કહે છે, તે કઈ રીતે યુક્તિરહિત છે, તે બતાવવા માટે પ્રથમ વેદાંતમતની યુક્તિઓ ગાથા-૩૪ થી ૪૫ સુધી કહેલ છે.
ત્યારપછી સાંખ્ય, આત્માને કર્તા-ભોક્તા માનતો નથી અને આ દેખાતો સર્વ વિલાસ પ્રકૃતિનો છે, તેમ કહે છે, તે વાત ગાથા-૪૬ થી ૫૩ સુધી બતાવેલ છે. જેમાં સાંખ્યમતની માન્યતા પ્રમાણેનાં ૨૫ તત્ત્વો અને પ્રકૃતિથી કઈ રીતે સર્વ વ્યવસ્થા સંગત થાય છે ઈત્યાદિ તે મત પ્રમાણે બતાવેલ છે.
જો કે, નિશ્ચયનયની દૃષ્ટિએ વિચારીએ તો આત્મા અને કર્મ એકાંતે જુદા છે. તેથી સાંખ્યની માન્યતા પ્રમાણે જેમ આ પ્રકૃતિનો વિલાસ સંસાર છે, તેમ દેખાતો આ સર્વ સંસાર નિશ્ચયનયથી કર્મનો વિલાસ છે, અને શુદ્ધ દ્રવ્યને સ્વીકારનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org