________________
આ પ્રમાણે ઉપદેશ આપી સગર રાજા પાસે ઘણા યજ્ઞા કરાવ્યા પછી રાજસૂય યજ્ઞો કરાવી રાજાને મરાવી વિમાન પર બતાવ્યા. આથી લોકે હિંસામય યજ્ઞો કરવા લાગ્યા. આ બધું જોઈને મેં (નારદે) દિવાકર નામના વિદ્યાધરને કહ્યું કે આ યજ્ઞોમાંથી બઘા પશુઓને તારે હરી લેવા. દીવાકર તેમ કરવા લાગે તે પેલા મહાકાળ અસુરના જાણવામાં આવતાં તેણે યજ્ઞમાં ઋષભ દેવની પ્રતિમા સ્થાપન કરવા માંડી એટલે દિવાકર ઉપદ્રવ ચાલ્યા નહિ.
પછી તે અસુરે યજ્ઞમાં સગર રાજાની ભાવના કરી અને તત્કાળ સુલસા સહિત સગર રાજાને યજ્ઞમાં હોમી દઈ પોતે કૃતાર્થ બની પૂર્વનું વૈર લઈ પિતાને સ્થાને ગયે. આ પ્રમાણે પર્વતે હિંસાત્મક યજ્ઞ કરાવ્યા છે. તે તમારે અટકાવવા ગ્ય છે એમ કહી નારદ ગયા. પછી મરૂત રાજાએ રાવણને નારદની ઉત્પત્તિ વિશે પૂછતાં રાવણે કહ્યું કે બ્રહ્મરૂચિ નામે બ્રાહ્મણ તાપસ થવા છતાં તેની સ્ત્રી કુર્મિ સગર્ભા બની.
નારદની ઉત્પત્તિ એક વખત તેના ઘેર સાધુઓ આવ્યા. તેમાંથી એકે બ્રાહ્મરૂચી ને કહ્યું કે તમે સંસાર છેડી તાપસ થયા અને ફરી વાર સ્ત્રીને સંગ કર્યો ? તે ગૃહવાસ કરતાં આ વનવાસ કેમ સારો ગણાય ? આ સાંભળી બ્રહ્મરૂચિ એ જૈન દીક્ષા ગ્રહણ કરી. અને કુર્મિ પરમ શ્રાવકા બની. તેને પુત્ર જન. તે જન્મ સમયે રડે નહિ. તેથી તેનું નારદ નામ પાડયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org