________________
૯૬
સુપા કી, વિમળ, સત્યકાર્તિક પાડયા. કુલ અઢીસો પુત્ર થયા. રામને સીતા, પ્રભાવતી, રતિનિભા અને શ્રીદામા નામે ચાર પત્નિઓ થઈ.
એક વખત સીતા ઋતુસ્નાન કરી સુતા ત્યારે સ્વપ્નમાં એ અષ્ટાપદ પ્રાણીને વિમાનમાંથી ચવીને પેાતાના મુખમાં પ્રવેશ કરતા જોઈ જાગી ઉઠ્યાં. તે સ્વપ્ન રામને કહી બતાવતાં રામે કહ્યું કે “તમારે એ વીર પુત્રો થશે સીતાના ગર્ભધારણ પછી રામને વિશેષ આનદ થશે. પગ તેની સંપત્તિઓને ઈર્ષ્યા થઈ. તે કપટી સ્રીઓએ સીતાને કહ્યું કે “રાવણુનું રૂપ કેવુ હતુ. તે આળેખી બતાવે” સીતાએ કહ્યું કે મે રાવણના બધા અંગ જોયા નથી ફક્ત તેના ચરણ જોએલા છે. સપત્નિએ કહ્યું કે “ચરણ આળેખી બતાવેા.” સરળ સીતાએ સપત્નિઓના આગ્રહથી ચરણુ આળેખ્યા, તે સમયે અકસ્માત રામ આવી ચઢયા. સપત્નિએએ રામને કહ્યું કે “તમારી સીતા હજી પણ રાવણને યાદ કરે છે જુઓ, આ તેણે આળેખેલા રાવણુના ચરણ.” એમ કહી રાવણના ચરણુ ખતાવ્યાં. રામે ગભીરતાથી માટું મન રાખી સીતાને મળ્યા વિના પાછા ચાલ્યા ગયા. સપત્નિએ દાસીએ દ્વારા સીતાના દોષ જાહેર કર્યા તેથી લેાકેાપવાદ ફેલાયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org