________________
૧૦૩ વિદ્વાન થઈને આવું કાર્ય કેમ કર્યું? વળી લવણે નારદને પૂછયું કે અહીંથી અધ્યા કેટલી દૂર છે.” નારદે કહ્યું કે એકસેને સાઠ યોજન દૂર છે.” લવણે વાજધ રાજાને કહ્યું કે અમે રામલક્ષમણને જેવા ઈચ્છીએ છીએ. વાજપે સંમતિ આપતાં બને ભાઈઓ વાજંધ અને પૃથુરાજા સહિત આગળ ચાલતાં ઘણું દેશો સાધતા પાછા પુંડરીકપુરમાં આવ્યા. નગરજને વાજધના બને ભાણેજોને વખાણવા લાગ્યા. લવણને અંકુશ બન્ને ભાઈઓ ઘેર આવી માતાને પગે પડયા. માતાએ મસ્તક ચુંબી કહ્યું કે તમે રામલક્ષ્મણ જેવા થાઓ લવણ અંકુશનું વડીલો સાથે યુદ્ધ અને મીલન
પછી બન્ને ભાઈઓ વજાજઘની આજ્ઞા લઈ. સર્વ સૈ. ય સાથે પિતાને પિતાનું પરાક્રમ બતાવવા અને માતાનું કરેલ અપમાનને બદલે લેવા અયોધ્યા તરફ ચાલ્યા. સીતાએ રૂદન કરતાં કહ્યું કે તમારે પિતાને જોવાની ઈચ્છા હોય તે નમ્ર બનીને જાઓ. પણ યુદ્ધની ઈચ્છાઓ જશે નહિ. તમારા પિતા અને કાકા દેવને પણ દુર્જય છે. ત્રણ ખંડના અધિ પતિ રાવણને પણ તેમણે નાશ કર્યો છે. તમારે તે બને પૂજ્ય છે. તે તેમને વિનય કરે જઈએ. પુત્રોએ કહ્યું કે તમારે ત્યાગ કરનારને અમે શત્રુ ગણુએ છીએ. અમે તમારા પુત્ર છીએ. એમ કહી સીતાને રેતાં મૂકી આગળ ચાલ્યા. અધ્યા નજીક આવતાં યુદ્ધનું આહવાન આપી ત્યાં પડાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org