________________
૧૦૭
તેમાં રાજાઓ નગરજને, અમા, વિભીષણ પ્રમુખ બેચરો આવીને બેઠા. પછી રામની આજ્ઞાથી સુગ્રીવ પુષ્પક વિમાન લઈને પુંડરીકપુર જઈ સીતાને મળે. અને અયોધ્યા આવવા પ્રાર્થના કરી સીતાએ કહ્યું કે હું અપવાદ શાંત કરવા ગમે તે દિવ્ય કરીને પછી જ નગરમાં પ્રવેશ કરીશ. એમ કહી પુષ્પક વિમાનમાં બેસી અધ્યા આવ્યા.
રામે મંડપમાં આવી ભરસભામાં સીતાને કહ્યું કે તમે સર્વ લોકોની સમક્ષ શુદ્ધિને માટે દિવ્ય કરે સીતાએ હર્ષ પૂર્વક કહ્યું કે તમારા જેવો ડાહ્યો પુરૂષ બી કોણ હોય કે દોષ જાણ્યા વગર વનમાં ત્યાગ કરે. પ્રથમ દંડ આપી પછી પરીક્ષા કરે છે તે તમારું વિચક્ષણપણું જ છે. છતાં હું પાંચે પ્રકારના દિવ્ય કરવા તૈયાર છું કહે તો, અગ્નિમાં પ્રવેશ કરૂં. કહો તે મંત્રેલા તંદુલખાંઉં કહે તે, ત્રાજવા પર ચઢે, કહો તે તપાવેલી કોશનું પાન કરૂં અને કહે તે જીભથી શસ્ત્રને ગ્રહણ કરૂ. તે વખતે અંતરીક્ષમાં રહી સિદ્ધાર્થ અને નારદે અને ભૂમિ પર રહેલા લોકેએ કહ્યું કે સીતા મહા સતી છે. તેમાં તમારે કોઈ પણ વિકલ્પ કરે નહિ. ત્યારે રામે કહ્યું કે હે લેકે પૂર્વે તમે જ તેને દેશીત કહેતા હતા, આજે નિર્દોષ કહે છે, કાલે વળી જુદું જ કહેશે, માટે હું કહું છું કે સીતા અગ્નિ પ્રવેશ કરી પિતાની શુદ્ધિ કરી બતાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org