________________
૧૭
કારણ લક્ષ્મણ પર ગાઢ સનેડ છે. એટલે વૈરાગ્ય થતો નથી.
ઈના વચનની પરીક્ષા કરવા દેવે તેમના નેહની પરીક્ષા કરવા હમણ પાસે આવી માયાથી અંતઃપુરને તું કકળતું બતાવ્યું. રામનું લફમણે મૃત્યુ થયું સાંભળી લમણને આઘાત થતાં તેના પ્રાણ નીકળી ગયા. પરીક્ષા કરવા આવેલા દેવ આ જોઈ બહુ ખેદ પામ્યા અને પશ્ચાત્તાપ સાથે પિતાના આત્માની નિંદા કરતા દેવલોકમાં પાછા ચાલ્યા ગયા. લક્ષ્મણનું મૃત્યુને રામને નિર્વાણુ ગમન
લમણને મૃત્યુ પામેલા જાણી અંતઃપુરની સ્ત્રીઓ બહ આકંદ કરવા લાગી. તેઓનું આ કંદ સાંભળી રામચંદ્રજી દેડી આવ્યા અને કહેવા લાગ્યા કે અરે? તમે આ શું આરંવ્યું છે મારે ભાઈ મણ હજુ જીવે છે. એમ કહી અનેક પ્રયોગો કરાવ્યા. પણ તે નિષ્ફળ થતાં રામને મૂચ્છ આવી ગઈ. લવણ અંકુશે નમસ્કાર કરી રામચંદ્રને કહ્યું કે અમે સંસારથી અ યતિ ભય પામ્યા છીએ. માટે અમને દીક્ષાની રજા આપે.
આ પ્રમાણે કહી બને જણાએ અમૃતષ મુનિ પાસે દીક્ષા લઈ સર્વકર્મ ખપાવી મોક્ષે ગયા. ભાઈના મરણથી રામચંદ્રજી વારંવાર મૂચ્છ પામ્યા. રેતના પામતાં કહેવા લાગ્યા કે “હે ભાઈ લક્ષમણ? મેં તારું અપમાન કર્યું નથી. તો તું કેમ મારાથી રીસાઈ ગયો છું ને બોલતે નથી ? વિભીષણાદિક તેમને કહેવા લાગ્યા કે હવે લક્ષમણને અગ્નિસંસ્કાર કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org