________________
८६
રાન કરે તે સ્થળમાં કમળ રોપવા જેવું છે. મેં વિભિષણની અવજ્ઞા કરી અને મંત્રીઓનું કહ્યું માન્યું નહિ તેથી મારા કુળને કલંકિત કર્યું છે. હવે સીતાને હારીને પાછી સેપે તે જ મારે અપયશ ગવાશે. એમ વિચારી. સવારે અપશુકન થયા છતાં યુદ્ધ કરવા ચાલ્ય.
- રામ રાવણના રન્યમાં ફરી યુદ્ધ પ્રવત્યું. લક્ષમણ રાવણ ઉપર બાણવૃષ્ટિ કરવા લાગે ત્યારે રાવણને જયની શંકા થતાં બહુરૂપી વિદ્યાનું સમરણ કર્યું. તે વિદ્યાના બળે રાવણે અનેક રૂપ વિકુળ્યા. તે પણ લક્ષ્મણના બાણથી રાવણે અકળાઈને ચકનું સ્મરણ કર્યું. ચક પ્રગટ થતાં તેને આકાશમાં ભમાડી લક્ષમણ ઉપર છોડયું. તે ચક લક્ષ્મણને પ્રદક્ષિણા કરી તેના જમણા હાથમાં આવતાં રાવણ ખેદ પામી ચિંતામાં પડ્યો કે મુનિનું વચન સત્ય થયું. વિભીષણ અને મંત્રીઓનું કહ્યું માન્યું નહિ. એમ શેક કરવા લાગ્યા. ત્યારે વિભીષણે રાવણને કહ્યું કે “જો જીવવાની ઈચ્છા હોય તે હજુ પણ સીતાને છેડી મૂક” અભિમાની રાવણે કહ્યું કે “મારે તે ચક્રની શી જરૂર છે? હું મારી મુષ્ટિ વડે ચક અને શત્રુને હણી નાખીશ. તે જ વખતે લમણે ચક મૂકી રાવણની છાતી તોડી નાખી. જેઠ વદ ૧૧ ના દિવસે પાછલા પહોરે રાવ મૃત્યુ પામી ચોથી નરકે ગયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org