________________
૫
આગળ જતાં વિજયપુર નગરન ઉદ્યાનમાં આવ્યા. ત્યાંના રાજા મહિધરની પુત્રી વનમાળાએ લક્ષ્મણને વરવાને નિશ્ચય કર્યો હતો. પરંતુ દશથ રાજાએ દીક્ષા લીધી, અને રામ-લક્ષ્મણ વનવાસ ગયા જાણી ખેદ પામી મરવા માટે આવી ત્યાં ગળે ફાંસો ખાવા લાગી. અને બોલી કે “જન્માંતરમાં લક્ષ્મણ મારા પતિ થાઓ.” લમણે તે સાંભળ્યું. અને પાસ છેડી બચાવી પિતાની ઓળખાણ આપી.
આ તરફ વનમાળાના માતા પિતા વનમાળાને શોધતા ત્યાં આવ્યા. અને રામ-લક્ષ્મણને ઓળખી સત્કાર કરી ઉપકાર માન્યો. અને વનમાળા આપવા નકકી કર્યું. જ્યારે લક્રમણ જવાની તૈયારી કરે છે, ત્યારે વનમાળા સાથે આવવા તૈયાર થઈ, ત્યારે કહ્યું કે પાછા વળતા તેડી જઈ શ. વનમાળાએ કહ્યું કે “તમે પાછા નહિ આવે તે રાત્રિ ભેજનનું પાપ લાગે તેવા ગન લો" લક્ષ્મણે કબૂલ કર્યું. અને આગળ ચાલતાં
માંજલિ નગરના શત્રુદમન રાજાની જિતપદ્મા કન્યાને લક્ષ્મણ પરણ્યા અને તેઓ વંશસ્થળ નગરે આવ્યા.
ત્યાં કુલભૂષણ અને દેશભૂષણ બંને મુનિએને કેવલજ્ઞાન થવાથી દેવોએ આવી કેવલજ્ઞાન મહોત્સવ કર્યો. સુગંધી જળની વૃષ્ટિ થઈ તે સુગંધી જળના ગંધથી ત્યાં વૃક્ષ ઉપર રહેલે એક પક્ષી નીચે ઉતરી મુનિનાં પગમાં પડે. અને મુનના લબ્ધિના પ્રભાવે તે પક્ષી નિગી તથા સેના જેવી પાંખવાળે અને રત્નાકુર જેવી જટાવાલે થશે. તે પક્ષીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org