________________
મહેન્દ્રગિરિના શીખર પર આવતાં તેને પૂર્વની વાત દાદાએ મારી નિરપરાધિ માતાને કાઢી મૂકી તે યાદ આવતાં કોધથી યુદ્ધ કરી દાદા અને મામાને જીતી લીધા. પછી પિતાની ઓળખાણ આપી. મામાને અને દાદાને નમને તે દાધમુખ દ્વીપમાં આવ્યું. ત્યાં બે મુનિઓને કાઉસગ ધ્યાને ઉભેલા જોયા. અને ત્રણ કન્યાઓને વિદ્યા સાધતી જઈ ત્યાં અચાનક દાવાનળ લાગતાં હનુમાને બુઝાવી નાખે. તેથી તેઓની વિદ્યા સિધ્ધ થઈ. હનુમાનના પૂછવાથી તે કન્યાઓએ કહ્યું કે
દધિમુખ નગરના ગંધર્વરાજની અમે ત્રણે પુત્રીઓ છીએ. અંગારક નામે એક ઉન્મત્ત બેચર અમારી માગણી કરતે હતે. અમારા પિતાએ કેઈ નિમિનિઆને અમારા માટે પૂછતાં તેણે કહેલું કે સાહસગતિ વિદ્યાધરને મારનાર તમારી પુત્રીઓને ભર્તાર થશે. અમારા પિતા તેમને શોધ કરતાં તે ન મળવાથી અમે વિદ્યા સાધતા હતાં. પેલે અંગારક દાવાનળ, પ્રગટાવી અમને ઉપસર્ગ કરતો હતો. તે તમે શમાવી દીધે ને અને આપના પ્રતાપે વિદ્યા સિધ્ધ થઈ
હનુમાને રામની ઓળખાણ કરાવી તેથી તે કન્યાઓ હર્ષ પામી. ઘેર જઈને પિતાને વાત જણાવતાં ગંધર્વરાજ પિતાની ત્રણે કન્યાઓને લઈ સૈન્ય સાથે આવી રામને મળ્યા અને મહેન્દ્રરાજા પણ સૈન્ય સાથે આવી રામને મળ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org