________________
સર
વરુણને જીતવા ચાલ્યું. તે વખતે મદદ માટે વિદ્યાધરને તેડાવતાં પવનજય જવાને તૈયાર થયે, પણ તેના પુત્ર હનુમાને કહયું કે “પિતાજી હવે હું ઉંમર લાયક થતાં આપને જવું એગ્ય નથી, મને જ મોકલે. અને આપના પુત્રનું પરાક્રમ જુઓ !
એમ કહીપિતાની આજ્ઞા લઈ તે રાવણની છાવણીમાં આવ્યું. રાવણે તેને હર્ષથી ખેળામાં બેસાડશે. વરુણ સાથે યુધ થતાં વરુણના પુત્ર રાવણ સાથે લડવા લાગ્યા. અને વરુણ સુગ્રીવ વગેરે સાથે લડવા લાગ્યો. વરુણના પુત્રોએ રાવણને મુંઝવી નાખ્યો, એટલે હનુમાને વિદ્યાના બળથી વરૂણના પુત્રોને બાંધી દુલીધા. એટલે વરુણ હનુમાન ઉપર ધ, રાવણે તેને વચમાં જ રેકી લીધું અને દારુણ યુધ કરી ઈન્દ્રની જેમ વરુણને બાંધી લીધા. વરુણ નમી પડે. એટલે રાવણે તેને છોડી મુકો. વરુણે પિતાની સત્યવતી નામે પુત્રી હનુમાનને આપી.
રાવણે લંકામાં આવી પિતાની બહેન સુર્પણખાની પુત્રી અનંગકુસુમા હનુમાનને આપી. સુગ્રીવે પદ્મરાગા, નલે હરિમાલીની અને બીજાઓએ પિતાની પુત્રી હનુમાનને આપી. રાવણે દઢ આલીંગન આપી હનુમાનને વિદાય કર્યો. સુગ્રીવ વગેરે પણ પિતાના સ્થાને ગયા. હનુમાનની ઉત્પત્તિનું વર્ણન તેના માતાપિતાનું વર્ણન વગેરે બીજી વખતે કહીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org