________________
છે. તેનો હેતુ જ્ઞાનપ્રાપ્તિમાં ચોક્સાઈ કરવાનો છે.
જૈન દર્શનના ચોક્કસ વિષયને સ્પર્શતા પ્રશ્નો મુદ્દાસરના છે અને તેના ઉત્તરો પણ સુસ્પષ્ટ છે. શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા (સ્વા.) માં પ્રશ્ન પૂછનાર વ્યક્તિ કોઈ ચોક્કસ નામ નિર્દેશવાળી નથી પણ નીચે પ્રમાણેના શબ્દ પ્રયોગોથી પ્રશ્ન પૂછવામાં આવે છે. વળી પ્રશ્ન સીધો સાદો પૂછી શકાય તેમ છતાં લંબાણથી રજુ કરવામાં આવે છે. દા.ત. : કેટલાક કહે છે કે સંયમ તપશ્ચર્યા કરી આત્માને શા માટે દુઃખી કરીએ? આત્માને સુખ દીજે તો સુખ પામીએ? તેવું કેમ?
કેટલાક કહે છે કે અમારા સંઘાડામાં કે ટોળામાં જેટલા છે તેટલા સાધુ છે માટે તેની સાથે આહારાદિ બારે પ્રકારનો સંભોગ કરવો એટલે કરવો તો બારે પ્રકારનો સંભોગ કરવો નહિ તો એક પ્રકારનો નહિ તેનું કેમ?
પ્રશ્નોત્તર ગ્રંથોનાં શીર્ષકમાં વિવિધતા રહેલી છે. જૈન દર્શનના અભ્યાસમાં ઉપયોગી કર્મગ્રંથ તત્ત્વાર્થ, નવતત્ત્વ, જીવવિચાર વગેરે વિષયના પ્રશ્નોત્તરમાં શીર્ષક ઉપરથી જ વિષય વસ્તુનો ખ્યાલ આવે છે. તત્ત્વાર્થ પ્રશ્નોત્તર દીપિકા, ગુણસ્થાનક પ્રશ્નોતર, શીર્ષકથી તસ્વાર્થ વિષય, કર્મગ્રંથ જીવવિચાર, નવતત્ત્વ વગેરે ઉપરથીને વિષયનો ઉલ્લેખ થયો છે એમ જાણી શકાય છે. જ્ઞાનપ્રાપ્તિ માટે ગુરૂનો ઉપકાર કદી પણ વીસરી શકાય નહિં. ગુરૂ વિના જ્ઞાન નથી એટલે કેટલાક પ્રશ્નોત્તર ગ્રંથોમાં ગુરૂ પ્રત્યેનો પૂજ્ય અને વિનય ભાવ દર્શાવીને શીર્ષક રચના થઈ છે. સેનપ્રશ્ન, હીર પ્રશ્ન, લબ્ધિ પ્રશ્ર, દાન પ્રશ્ન, પ્રશ્નોત્તર મોહનમાળા, સાગર સમાધાન, આગમોદ્ધારક પ્રશ્નરત્નમાળા વગેરે ગ્રંથો તેના ઉદાહરણરૂપ છે. ગૌતમ પૃચ્છામાં ગૌતમસ્વામી પ્રશ્નકર્તા છે એમ જાણવા મળે છે અને ઉત્તરદાતા પૂ. દેવાધિદેવ ચરમતીર્થકર શ્રી મહાવીર સ્વામી છે. સામાન્ય પ્રશ્નોત્તર ગ્રંથોમાં જૈન ધર્મના વિવિધ વિષયોના પ્રશ્નોનો સમાવેશ થયો છે તે વિશે તેના શીર્ષક ઉપરથી સૂચન થાય છે. દા.ત. : ચાલો જૈન તત્ત્વજ્ઞાન સમજીએ,
( ૧૫ )
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org