________________
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૭ અર્થ :- અજ એટલે બકરાના કુળમાં જન્મથી વસેલ સિંહનું બચ્ચું પોતાને પણ બકરું માની બધાની સાથે ભય પામી ભાગીને દુ:ખ ખમે છે. પણ એકવાર સિંહને જોઈ પોતાનું રૂપ પણ તેવું જ છે એમ જાણી તે નિર્ભય બન્યું. તેમ હું પણ આપના સ્વરૂપને નીરખી તેમજ આપની વાણીને કાનવડે સાંભળી, મારું સ્વરૂપ પણ આપના જેવું જ છે એમ જાણી નિર્ભય થયો. માટે હે પરમ ઉપકારી! મહાન શ્રી જિનેન્દ્ર પ્રભુ આપનો ઉપકાર કદી વિસરાય એમ નથી. //શા.
દેહ છતાંય વિદેહ દશા તુજ સમજી આવે સાન, અહો! સર્વજ્ઞ દશા, વીતરાગી! તુજ મુજ શક્તિ સમાન
જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૮ અર્થ - દેહ હોવા છતાં આપની વિદેહ દશાને જાણી મને પણ સાન એટલે ભાન આવ્યું કે અહો! આશ્ચર્યકારક એવી પ્રભુની સર્વજ્ઞદશા છે કે જે દેહમાં રહેલા હોવા છતાં પણ વીતરાગ છે, તથા જગતના સર્વ પદાર્થોને પોતાના નિર્મળ જ્ઞાન વડે જાણે છે અને જુએ છે. આપને સર્વજ્ઞદશાની સંપૂર્ણ પ્રાપ્તિ થયેલ છે. શક્તિ અપેક્ષાએ જોતાં તમારી અને મારા આત્માની દશા સમાન છે. એમ આપના ઉપદેશ વડે ભાન આવ્યું એવા આપ મહાન જિનેન્દ્ર પ્રભુનો જગતમાં સદા જય જયકાર હો. ૮ાા
નિર્દોષી પરહિત-ઉપદેશી, આપ્ત જ મોક્ષ-નિદાન, તુમ સમ ઉત્તમ નિમિત્ત નહિ કો મુજ હિત કાજ પ્રમાણ.
જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૯ અર્થ :- અઢાર દૂષણથી રહિત એવા નિર્દોષી પરમાત્મા! આપ પરહિતનો ઉપદેશ કરનારા છો, તથા આત એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર હોવાથી મોક્ષના નિદાન એટલે સાચા કારણ આપ જ છો. તમારા સમાન મારા આત્માના હિતકાર્ય માટે ઉત્તમ નિમિત્ત બીજું કોઈ નથી. તમે યથાર્થ પ્રમાણભૂત છો. તેથી જગતમાં આપ મહાન છો, મહાન છો. તમારી હરોળમાં બીજા કોઈ દેવ આવી શકે એમ નથી. વીતરાગ સમો લેવો, ન મુતો ભવિષ્યતિ' વીતરાગ સમાન જગતમાં બીજો કોઈ દેવ થયો નથી અને ભવિષ્યમાં થશે પણ નહીં. ગાલા
સરસ શાંતિ-સુથારસ-સાગર, ગુણરત્નોની ખાણ, ભવ્ય જીવ-કમળો વિકસાવો બોઘ-કિરણ સહ ભાણ.
જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૧૦ અર્થ :- હે પ્રભુ! આપ સરસ એવા આત્મશાંતિમય સુઘારસના સાગર છો, અનંત આત્મિક ગુણરૂપ રત્નોની ખાણ છો તથા ભાણ એટલે સૂર્ય જેવા આપ હોવાથી આપના બોઘરૂપ કિરણોને વરસાવી ભવ્ય જીવાત્માઓરૂપ કમળોને વિકસિત કરો અર્થાત તેમનામાં પોતાનું આત્મકલ્યાણ કરવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરો. અહોહો! આશ્ચર્ય છે આપના રાગદ્વેષ રહિત વીતરાગ સ્વભાવને કે જે દ્વારા આપ શાંતરસના સાગર બની ગયા. ૧૦ના
શુદ્ધ સનાતન સ્વરૃપ તમારું પ્રગટ કરે જે ધ્યાન, રહો નિરંતર મુજ હૃદયે એ, મુજ સ્વરૂપ-નિદાન.