________________
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ગ્રહણ કરીને સદા નિર્ભય બની સુખી રહો, એવી આપ પ્રભુ પ્રત્યે મારી પ્રાર્થના છે; તે સફળ થાઓ, સફળ થાઓ. એમ પૂ.શ્રી બ્રહ્મચારીજી પરમકૃપાળુ પ્રભુ પ્રત્યે સ્વપરહિતની ભાવના ભાવે છે. ૧૪
પહેલા પાઠમાં સર્વનું હિત કરવા સમર્થ એવા પરમકૃપાળદેવ પ્રત્યે પ્રથમ સ્વહિતની પ્રાર્થના કરીને હવે સદૈવ એવા શ્રી જિનેશ્વર ભગવાનની સર્વજ્ઞદશાનું અદ્ભુત ભાવવાહી સ્તવન એટલે ગુણગાન આ બીજા પાઠમાં કરે છે. તે નીચે પ્રમાણે :
(૨)
જિનદેવ-સ્તવન (રાગ : ‘જય જય ગરવી ગુજરાત'ના જેવો)
જય દેવ જિનેન્દ્ર મહાન, જય અહો! જિનેન્દ્ર મહાન. લાખો સુર-નર-પશુપંખીને ઉપકારી ભગવાન, શુદ્ર સાઘન-સામગ્રી મુજ, શું કરી શકું તુજ ગાન?
જય અહો! જિનેન્દ્ર મહાન, જય દેવ જિનેન્દ્ર મહાન. ૧ અર્થ - જિનેન્દ્ર એટલે જિનોમાં ઇન્દ્ર જેવા મહાન જિનેશ્વર શ્રી વીતરાગદેવનો સદા જય હો. અહો! આશ્ચર્યકારક એવું આપનું વીતરાગ શાસન સદા જયવંત વર્તા, જયવંત વર્તો.
લાખો સુર એટલે દેવતા, મનુષ્ય કે પશુપંખીને પણ આપના ઉપદેશવડે ઉપકાર થાય છે; પણ મુદ્ર એટલે હલકી અર્થાત ભાવભક્તિ વગરની મારી બધી બાહ્ય સામગ્રી હોવાથી આપ જેવા મહાન પરમાત્માના ગુણગાન હું સાચાભાવે શું કરી શકું? સત્સંગ અને નિવૃત્તિના જોગરૂપ બાહ્ય સાઘન સામગ્રી પણ પૂરેપૂરી નહીં મળવાથી આપના ગુણોમાં મને તલ્લીનતા આવતી નથી. છતાં આપ જેવા મહાન જિનેન્દ્ર પ્રભુનો સદા જય હો, જય હો એવા શબ્દોનો ભાવભક્તિથી ઉચ્ચાર કરું છું. ||૧||
કોટિ ભવ ભમતાં ના મળિયું આત્મભાવનું ભાન, પશુ પણ પામી શકે તુજ સમીપે, તેવું ઉત્તમ દાન.
જય અહો! જિનેન્દ્ર મહાન, જય દેવ જિનેન્દ્ર મહાન. ૨ અર્થ - અનાદિકાળથી સંસારમાં કરોડો ભવ સુધી ભટકતા છતાં પણ મને આત્મભાવના ભાવવાનું ભાન આવ્યું નહીં. અર્થાત “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે” તેનું ભાન થયું નહીં. જ્યારે પશુઓ પણ તમારા સત્સમાગમના યોગથી ઉત્તમ એવું આત્મભાવનું દાન પામી સમ્યગ્દર્શનને પામી ગયા છે. જેમકે શ્રી મહાવીર ભગવાનનો જીવ પૂર્વ ભવે સિંહના ભવમાં જ્ઞાન પામી ગયો, કે શ્રી મુનિસુવ્રત ભગવાનના સમાગમથી ઘોડો પ્રતિબોઘ પામ્યો વગેરે અનેક દ્રષ્ટાંતો શાસ્ત્રોમાં મળે છે. પણ મને હજુ સુધી મારા સ્વસ્વરૂપનું ભાન થયું નહીં; એ જ મારી ગાઢ અજ્ઞાનતાનું પ્રાબલ્યપણું સૂચવે છે.
અહો! મહાન એવા આપ જિનેન્દ્ર પ્રભુનો સદા જયજયકાર હો. રા