Book Title: Prachin Shwetambar Arvachin Digambar Author(s): Vidyavijay Publisher: Harshchandra Hirabhai Shah View full book textPage 8
________________ આચાર્યે ઘણું સમજાવ્યું, પરંતુ તે ન માનતાં, શિવભૂતિ મુનિ ભારે કર્મોદયના કારણથી નગ્ન થઈ, બહાર ઉદ્યાનમાં સ્થિતિ કરી રહ્યા. હવે એક દિવસ શિવભૂતિની બહેન કે જે સાધ્વી હતી, તે શિવભૂતિને વંદણ કરવા ગઇ. ત્યાં આગળ શિવભૂતિને નાગા દેખી પિતે પણ નગ્ન થઈ વિચરવા લાગી. કેઈ એક દિવસે ભિક્ષાને માટે તે શહેરમાં આવી, હારે એક વેશ્યાએ હેને નગ્ન દેખીને વિચાર કર્યો કે –“જે સ્ત્રીઓ નમ ફરવા લાગી તે લાકે અમારાથી વિરકત થઈ જશે ” અત એવ હેણે એક સાવ તે સાધ્વીના શરીર ઉપર નાખી, જહારે શિવભૂતિએ સાધ્વી પાસે વસ્ત્ર દેખ્યું, હારે હેમણે કહ્યું કે આ વસ્ત્ર તું હારી પાસે રાખ, કેમકે તે હને દેવતાએ અર્પણ કર્યું છે. ત્યાર બાદ શિવભૂતિએ કેડિન્ય અને કેવીર નામના બે શિષ્ય કર્યા. કાલાન્તરે પરંપરા વધી અને એક નવુંજ મિથ્યાદશન ઉત્પન્ન થયું.” જહારે આ બધી વાતને આકાશ કુસુમવત્ કરી નાખી દિગમ્બરે અત્યારે એમ કહેવા માગે છે કે-“ આ જે શ્વેતા મ્બર દર્શન છે, તે તે વિકમ રાજાના મૃત્યુ બાદ ૧૩૬ વર્ષ પછી સિરાષ્ટ્ર દેશમાં આવેલા વલૂભીપુર નગરમાં શ્રીજીનચંદ્ર નામના સાધુએ ચલાવ્યું છે.” હવે આ બેમાં શું સત્ય છે? હેને, પાશ્ચાત્ય વિદ્વાનોએ કરેલી શોધખેળને તેમજ યુક્તિઓ વિગેરેને અનુસરી વિ. ચાર ચલાવીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 132