________________
(૫૮) " इसके उपरान्त ज्ञानेश्वर मिश्रने जो गीताकी टीका बनाई है उसमें उन्होंने १२७२ शकाब्दमें हेमाद्रिका होना सिद्ध किया है । और उन्हींक समयमें पण्डित बोपदेवजी हुए, जिनोंने राजा सचिव हेमादिको भागवत सुनाइ थी । इससे प्रत्यक्ष प्रकट होता है कि-भागवतको बने बहुन थोडे दिन हुए।"
, “પુરાણતત્ત્વ પ્રકાશ ના કર્તા તો ભાગવતને જ અર્વાચીન ગણે છે, કહે, હવે મિ. પાંગલે મહાશય, શિવપુરાણના દષ્ટાન્તની માફક આને પણ સાચું નહિં માને કે ? અમારે માટે તે ભાગવતના સંબંધમાં બન્ને યુક્તિઓ લાભદાયક છે, પરંતુ દિગમ્બર ભાઈઓ, ભાગવતના ઉપર્યુક્ત વાક્યને ઉદ્ધત કરી, અઢી ચાવલની ખીચડી પકાવવા કોશિશ કરે છે, તે તે કઈ રીતે સિદ્ધ થાય તેમ છેજ નહિ.
મિ. પાંગલે મહાશયે પિતાના ટેકટના પંદરમા પૃષ્ઠમાં, પિતાની પ્રાચીનતા સિદ્ધ કરવાને માટે એક જબરદસ્ત પ્રમાણ આપ્યું છે, ખરેખર આ પ્રમાણે તે દુનિયાભરના પ્રમાણોના કાન કાપી લીધા. જો કે આ તેઓના પ્રમાણના બદલામાં તે તે ટ્રેકટના વાંચનારાઓએ સ્વયં વાંચતી વખતે પાંગલે મહાશયની અક્કલની પરીક્ષા કરી લીધી હશે; તે પણ હારે તે હેને જવાબ આપવો જ જોઈએ.
પાંગલે મહાશય કહે છે કે –“કરૂઠી જોઈએ તે જેનના દેવ નાગા” એ વાત બધા ભારતવાસીઓની જાણમાં છે........... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com