________________
(૧૭) વાર થએલી નથી ? શું જ્ઞાન-દર્શન-ચરિત્ર-તપ વિગેરેનું સાધન કરવું એ હેનું પ્રથમ કર્તવ્ય નથી ? હારે છે, તે પછી હેને ઉપર્યુક્ત ઉપકરણે રાખવાની ખાસ આવશ્યકતા રહેલી છે, એમ કહેવું લગાર પણ સત્ય વિરૂદ્ધ દેખાતું નથી.
પ્રાચીનતા–અર્વાચીનતાના વિષયમાં છેવટે મહારે કહેવું જોઈએ કે-દિગમ્બર ભાઈઓ હેટલા પિકાર કરે છે, તે તે ઓને પ્રલાપ માત્ર છે. ઐતિહાસિક રીતિથી, શાસ્ત્રીય રીતિથી કે યુક્તિદ્વારા હજુ સુધી દિગમ્બર ભાઈઓ પિતાની પ્રાચીનતા સિદ્ધ કરી શકયા નથી. હજુ પણ હું દાવા સાથે કહું છું કે ખુશીની સાથે મહારા આ ટ્રેકટને જવાબ આપે. હું ગુરૂકૃપયા જવાબ આપવાને તૈયાર છું. કેમકે તેમ કરવામાં “વારે વધે
તરવા ' આ વાક્ય ચરિતાર્થ થશે. પરન્તુ એટલું યાદ રાખવું જોઈએ કે–જવાબ આપવામાં વિષયાન્તર ન થવા પામે. તેમજ ઐતિહાસિક, શાસ્ત્રીય અને યુક્તિઓ દ્વારાજ પિઈને જવાબ આપવો જોઈએ.
અન્તમાં–આ લેખની અંદર કોઈપણ જીવને દુઃખ થાય, એ શબ્દ લખાઈ ગયે હેય, તે તે બદલ ક્ષમા યાચવા સાથે દરેક સાહિત્ય પ્રેમીઓ સાહિત્યની અને શાસન પ્રેમીઓ શાસનની સેવા બજાવી ઉત્તમ સુખના ભાગી બને, એવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના કરતે વિરમું છું.
શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com