________________
(૯૯) તેની સાથે સંગ્રહકાળને અર્થ અથવા રૂપાતરમાં રચનાકાળ કહે છે, એજ મહેટી ભૂલ કરે છે.
લેખનકાળના વિષયમાં ડો. જેકેબી મહાશયના શબ્દોમાં મિ. પાંગલેનું આ કથન ખોટું તે નથી જ. “દેવાધગણિના પ્રમુખપદ નીચે વલભી નગરમાં જૈન સિદ્ધા
ન્ત વીર સં. ૯૮૦ (અથવા ૯૯૩ અને ઈ. સ. ૪૫૪ (અથવા ક૬૩) માં લખાયાં ” પરંતુ તે લેખનકાળ ઉપરથી શ્વેતામ્બરેની અર્વાચીનતા સિદ્ધ થતી નથી. જેકેબી મહાશયના ઉપર્યુક્ત વચને ઉપરથી શ્રીમાન એ પ્રમાણે મતલબ કાઢે છે કે –
દિગમ્બરની અંગપૂર્વ (શાસ્ત્ર) રચના ગણધરોએ કરેલી, અને શ્વેતામ્બરોની અંગપૂર્વ રચના, ઇ. સ0 પૂર્વે ૪-૩ શતકમાં દુકાળ વખતે પાટલીપુત્ર (પટના) માં શ્વેત વસ્ત્ર ધારણ કરેલા દિગમ્બર મતમાંથી ભ્રષ્ટ થએલા સાધુએ કરેલી.”
દૂધમાંથી પોરા કાઢવાની આ હેમની ચાલબાજીને કેણ બુદ્ધિમાન સમજ્યા વિના રહેશે વારૂ? દિગમ્બરેનાં શાસ્ત્રાને ગણધરાદિ રચિત અંગપૂર્વ (શાસ્ત્ર) કહેવાં, “વધ્યાને પુત્ર રમે છે” એમ કહેવા બરાબર છે. તેઓનાં શાસ્ત્રાજ નવીન રચેલાં છે, તે પછી હેને ગણધરરચિત અંગપૂર્વ કહેવાનું સાહસ કેમ કરી શકાય? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com