________________
( ૧૨૪)
પાઇન્ટો મળી આવે ખરા. તે પણ સ્થૂલ સ્થૂલ આ દશ પેાઈન્ટોના તેા જવાબ શ્રીમાને આપ્યાજ નથી. આથી એ નિશ્ચય થાય છે કે—આ દશ પાઇન્ટાને તે તેઓએસ્વીકાર કરી લીધા. હવે હેમણે આપેલા જવાખના પ્રત્યુત્તર માટે આ ટ્રેકટ ન૦૨ લખવામાં આવ્યું છે. આશા છે કે—આ અકાટચ પોઇન્ટને, બારીકાઇથી અવલોકન કરી—દુરાગ્રહના પડદો દૂર કરી, હૅને સ્વીકાર કરી લેશે.
;
જહેનામાં લગાર પણ સમજવાની શક્તિ છે તે તેા અનાયાસજ સ્વીકાર કરી લેશે કે— નગ્ન રહેવામાં અપરિગ્રહપણુ કે અચેલકપણું સમાએલું નથી. કોઇ પણ વસ્તુ ઉપર મૂર્ચ્છી કરવી, ત્યેનું નામજ પરિગ્રહ છે. શાસ્ત્રકારો પણ મૂર્છાનેજ પરિગ્રહ ફરમાવે છે. દિ નગ્ન રહેવામાંજ અપરિગ્રહપણુ કે અસલી સાધુપણુ* ગણાતું હોય, તે હુને કહેવા છે કે—પેલાં કૂતરાં, બિલાડાં, ઘેાડા, ખેલ વિગેરે પશુઓને શામાટે આપણે સાધુ ન ગણવા જોઇએ ? જુઓ-કૂતરાં ઘેર ઘેર ટુકડા માર્ગીને પેાતાનું ઉદર પાષણ કરે છે, મળ્યું તે સંતેાષ, ન મળ્યું તે પણ સતાષ. દિગમ્બર ભાઇઓને હું પુછ્યું કે તેને સાધુ ગણવા કે નહિ' ? ન ગણવા, તે શામાટે ? શું તેઓ પશુ છે હૅટલા માટે?
તટસ્થપણાને ન છેડું તે હું... એમ પણ કહી શકીશ કે— કપડાં ધારણ કરવામાં કંઈ સાધુપણુ' સમાએલું નથી. જો કપડાં ધારણ કરવાથીજ સાધુપણું કહેવાતું હોય, તેા મનુષ્ય જાતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com