Book Title: Prabuddha Jivan 2018 10
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 9
________________ અધ્યયન અને અધ્યાપન ઉપરાંત સંશોધન અને પ્રકાશન એમની પ્રિય પ્રવૃત્તિઓ રહી છે. સન ૧૯૮૦-૮૧ દરમ્યાન એમણે યુ.જી.સી. નવી દિલ્હીની આર્થિક સહાયથી નોવેલ ઓફ આઈડિયાઝ' પર સંશોધન કાર્ય કર્યું હતું. ત્યારબાદ એ જ સંસ્થાની સહાયથી સન ૧૯૮૯ થી ૧૯૯૧ દરમ્યાન ‘અન ઈન્ડેથ સ્ટડી ઓફ ઈન્ડિયન નેરેટિવ લિટરેચર' એ વિષય પર એક અત્યંત મહત્ત્વનું સંશોધન કાર્ય કર્યું હતું. એ ઉપરાંત એમણે A Dictionary of literary Terms અને 'Dictionary of Linguistics' પણ ૧૯૮૧ થી ૧૯૮૭ દરમ્યાન તૈયાર કરી હતી. એ ઉપરાંત જ્ઞાનના ચારેય ક્ષેત્રોને આવરી લેતા ચાળીસેક વિષયોની પરિભાષાની ડીક્ષનરી તૈયાર કરવાના કામમાં તેઓ વર્ષો સુધી વ્યસ્ત રહ્યા હતા. હાલ તેઓ ‘એનસાયક્લોપીડિયા ઓફ લિટરેચર એન્ડ કલ્ચર.” ‘એનસાયક્લોપીડિયા ઓફ હિન્દુઇઝમ'ના અધિકરણો તૈયાર કરી રહ્યા છે. એમણે લખેલાં અધિકરણો ડૉ. ધીરુભાઈ ઠાકર સંપાદિત 'ગુજરાતી વિશ્વકોશ'માં પણ પ્રકાશિત થયેલા છે. પુસ્તક પરિચય, પુસ્તક સમીક્ષા તથા સાહિત્યના અનેક મુદ્દાઓને સ્પર્શતા સૈદ્ધાંતિક તેમજ વ્યાવહારિક વિવેચન તથા સંશોધનના અંદાજે સો જેટલા એમના લેખો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના અધિકૃત સામયિકોમાં પ્રકાશિત થયેલા છે. આજ સુધીમાં એમના દસ પુસ્તકો પ્રકાશિત થયાં છે. નવલકથાઃ શિલ્પ અને સજેન (૧૯૮૩), 'કથાવિમર્શ' (૧૯૮૩), 'ભાવસેતુ' (૧૯૮૪), 'ગુજરાતી કથાવિશ્વ: લઘુનવલ' (૧૯૮૫), 'ગુજરાતી કથાવિશ્વ : નવલકથા' (૧૯૮૬), ‘લઘુનવલવિમર્શ' (૧૯૯૧), ‘કથાયોગ' (૧૯૮૫), ‘એન ઈન્ડેથ સ્ટડી ઓફ એન્સીયન્ટ ઈન્ડિયન નેરેગિટવ લિટરેટર' (૧૯૯૬), ‘જીવનમાં અને શિક્ષણમાં સર્જનશીલતા', “. બલિરામ હેડગેવાર' (૨૦૦૪) વગેરે મુખ્ય છે. હજુ આટલા જ ગ્રંથો પ્રકાશિત થાય એટલી છપાયેલી સામગ્રી એમની પાસે ઉપલબ્ધ છે. વલ્લભવિદ્યાનગરથી પ્રકાશિત થતાં સામયિક ‘વિ'માં થોડો વખત સંપાદન મંડળમાં એમણે સેવાઓ આપેલી. એ ઉપરાંત ગુજરાત રાજ્યની ગુજરાત સાહિત્ય અકાદમીના સામયિક ‘શબ્દસૃષ્ટિ'ના પરામર્શક તરીકે પાંચ વર્ષ એમણે સેવાઓ આપી હતી. - સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ અને રાજસ્થાન યુનિવર્સિટી, જયપુર એમ ત્રણ યુનિવર્સિટીઓની એકેડેમિક સ્ટાફ કોલેજના સલાહકાર તરીકે તેમણે સેવાઓ આપેલી છે. તેમજ એ કોલેજોના અનેક ઓરિએન્ટેશન અને રીફ્રેશર કોના ઉદ્ધાટક અને રીસોર્સ પર્સન તરીકે સેવાઓ આપેલી છે. સરદાર પટેલ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભાવનગર યુનિવર્સિટીઓની વિવિધ સમિતિઓના સભ્ય, સલાહકાર કે અધ્યક્ષરૂપે એમણે કામગીરી બજાવેલી છે. આ ચારેય યુનિવર્સિટીઓના Board of Studies, ફેકલ્ટી, એકેડેમિક કાઉન્સીલ, સિન્ડીકેટ, સેનેટ જેવા સત્તામંડળોમાં સભ્ય અને અધ્યક્ષરૂપે સેવાઓ આપી છે અને હાલ પણ આપ રહ્યા છે. એમની વ્યક્તિતા, વિદ્વવતા, કાર્યનિષ્ઠા અને નિપુણતા, વહીવટ સંચાલન કુશળતા વગેરે લક્ષ કરીને ગુજરાત સરકારે સરદાર પટેલ યુનિવર્સિટી પાસેથી એમની સેવાઓ લોન રૂપે માગી સન ૧૯૯૯મા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રો-વાઈસ ચાન્સેલર તરીકે નિમણુંક કરી હતી. એમની કાર્યદક્ષતા અને વહિવટી કુશળતા જોઈ નવ માસના ટૂંકા ગાળામાં એમને પ્રમોશન આપી ત્રણ વર્ષ માટે એમની સેવાઓ ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના વાઈસ ચાન્સેલર તરીકે લીધી હતી. ત્યાં અતિવૃષ્ટિ, ભૂકંપ, કોમીદંગલ જેવી આસમાની તથા મનુષ્યોપાર્જિત આપત્તિઓ વખતે એમણે બજાવેલી ઉદાહરણરૂપ કામગીરીની કદર બૂઝી બીજા ત્રણ વર્ષ માટે ભાવનગર યુનિવર્સિટી ભાવનગરના વાઈસ ચાન્સેલર તરીકે તેમની નિમણુંક કરી હતી. ત્યાં તેઓ એ પદ ઉપર હાલ સેવાઓ આપી રહ્યા છે. ગુજરાતી વિષયના તેઓ એક માત્ર અધ્યાપક છે જેમણે ગુજરાત રાજ્યની ચાર ચાર યુનિવર્સિટીઓના સત્તા મંડળમાં કામગીરી બજાવી હોય. જેમાંથી ત્રણ યુનિવર્સિટીઓની તો મુખ્ય વહિવટી અધિકારી તરીકે તેમણે ધુરા સંભાળી છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિપદે હતા ત્યારે તેમણે કુલપતિ પદ સંભાળવા ઉપરાંત એજ્યુકેશન મિડીયા રિસર્ચ સેન્ટર, શ્રમિક વિદ્યાપીઠ, જનશિક્ષણ સંસ્થાન, સેન્ટ્રલ સ્કૂલ, શાહીબાગ જેવી સંસ્થાઓના ચેરમેન તરીકે યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદના તેમજ સ્લેટ એક્ઝામ કમિટી વડોદરાના સભ્ય તરીકે પણ સેવાઓ પુરી પાડી હતી. આ ઉપરાંત યુ.જી.સી. હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ સેન્ટર, વિદ્યાનગરના ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી હતી. | એક તેજસ્વી અધ્યાપક, વિદ્વાન સંશોધક, દૃષ્ટિવંત વહીવટકર્તા અને સવ્યસાચી શિક્ષણવિદ તરીકે એમની આગવી પ્રતિભા ઉપસી છે. સાભાર ડૉ. બિપિન આશર અને ગુજરાતીનો અધ્યાપક સંઘ ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ)

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 212