Book Title: Prabuddha Jivan 2018 10
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 7
________________ | ગાંધી સાર્ધ શતાબ્દી નિમિત્તે : આ અંક વિશેષ પર્યુષણ પૂરા થયા પછી વાચક મિત્રોને મિચ્છામિ દુક્કડમ ખમાવતાં-ખમાવતાં, એક સતત વિચાર આવતો કે એવું તો શું કરું કે પ્રબુદ્ધ વાચકોની દિવાળી ઉતમોત્તમ બને, બીજી તરફ ગાંધીજીની સાર્ધ શતાબ્દીના બેન્ડની ધૂન રોજ સંભળાતી. ‘મુઠ્ઠી ભીતરની આઝાદી' પુસ્તકના અનુભવ પછી ગાંધીજીનો અને એમના વિચારોનો પ્રભાવ મનોમસ્તીષ્ય પર રહેતો પણ ફરી ફરી નક્કર કામ કરવાની હોશ પણ થયા કરતી. તે દિવસો દરમ્યાન નરેશભાઈ વેદ સાથે પર્યુષણ વ્યાખ્યાન અંગે અવારનવાર વાત કરવાનું બનતું. મારા અધ્યાપનકાળના આરંભના વર્ષોથી એમનો આછેરો પરિચય અને પછી એમના પુસ્તકો દ્વારા એમના પ્રતિ આદર કેળવાયો. એટલે એક દિવસ ખુબ જ ધીરેથી નરેશભાઈને વિનંતી કરી કે મારે ગાંધીજી પર વિશેષાંક કરવો છે અને બહુ જુદી રીતે એને કોઈ આકાર આપી શકે તેમ હોય તો તમે જ છો, તમે કરી આપશો?પોતાના વખાણ વખતે સામાન્ય રીતે એકદમ ચુપ થઇ જતાં નરેશભાઈ એમના ગમતાં વિષય ગાંધીજી પર વાત ન કરે તેમ તો ન બન્યું પરંતુ એમણે મને કેટલાક નામો સૂચવ્યા, જેઓ કરી શકે અને અંક માટેની રૂપરેખા તૈયાર કરી આપવાની પણ તૈયારી બતાવી, એમના અત્યંત વ્યસ્ત કાર્યો અંગે પણ વાત કરી, પણ એ નક્કી હતું કે નરેશભાઈ આ કાર્ય ના કરે, તો ન જ કરવું. મારો અવાજ અને ઉત્સાહ થોડા મંદ પાડી ગયા અને એમણે એ નોંધ્યું. કાર્ય કરતી વ્યક્તિને પોતાના ભોગે પણ સહાય કરવાની એમની ઉદારનીતિ અને નિષ્ઠાથી ઘણા પરિચિત છે. બે-ત્રણ દિવસના વિરામે ફરી વાત ઉપાડી અને નરેશભાઈ વેદ માની ગયા. પછી એમની ચીવટ અને વિશ્વને ટેબલ પર લાવી, ગોઠવીને શ્રેષ્ઠત્તમ આપવાની ભાવનાથી અંક ઉત્તમ બન્યો. કઈ-કેટલાયે સંદર્ભો, સંપર્કો અને પુસ્તકો અને લાયબ્રેરીને ખુંદતા નરેશભાઈને ‘ઉંમર થઇ કે સમય નથી’ એવો બાધ ન નડ્યો. આ કાર્ય દરમ્યાન એકાદવાર એમના પત્ની માત-વત્સલ શ્રીમતી ઉમાબહેન સાથે વાત થઇ અને સહસા તેઓ બોલી ઉઠ્યા +અરે સેજલબહેન, આ તમારા ગાંધીજી અમારા ઘરમાં ચારેતરફ ફરે છે, જ્યાં જુઓ ત્યાં ગાંધીજી જ ગાંધીજી. ઉમાબહેનનો આ સૂર ફરિયાદનો નહિ પણ નરેશભાઈ આટલા વર્ષો પછી પણ વિષયમાં કેવા મગ્ન થઇ જાય છે, તે દર્શાવે છે. એમનો ઓરડો ઘર અત્યારે ગાંધી વિષયક પુસ્તકોથી ભરેલા હશે, એ કલ્પના જ એમની વિદ્ધતાની ખાત્રી આપે છે. તેમની જ્ઞાનતરસ છીપાતી નથી અને ઉતરોત્તર પ્રબળ બને છે, જેને કારણે ભાવકને પ્રાપ્તિ થાય છે. કુટુંબના સાથ સહકાર વિના ક્યાં કશું શક્ય બનતું હોય છે? સંસ્કૃત ભાષાના વિદ્વાન ઉમાબહેન અને નરેશભાઈનું દાંપત્યજીવન સુખી અને પૂરક દાંપત્યજીવનનું સરસ ઉદાહરણ છે. એમના સહપ્રવાસ અને જ્ઞાનપ્રવાસની ઉતરોત્તર પ્રગતિ માટે પરમકૃપાળુને પ્રાથીએ. આ સમયે આપણે સહુ પ્રબુદ્ધ પરિવારના સભ્યો એમના પ્રત્યે વિશેષ આભાર માનીએ અને એમનું ઋણ સ્વીકારીએ. આ અંક દળદાર બન્યો અને કાર્યભાર પણ વધ્યો એટલે તારીખ સાચવવાની અઘરી બને અને એ સમયે સહાય કરનાર, પ્રૂફ કરી આપનાર બિપીનભાઈ શાહ, પુષ્પાબેન પરીખ, ગીતાબેન વરુણ અને બાકી બધા જ એડમિનિસ્ટ્રેશનમાં મદદરૂપ બનનાર પ્રવીણભાઈ દરજી, ધનરાજ શાહ, મહેન્દ્રભાઈ ખારવા અને હરિશચન્દ્રભાઈની દોડાદોડને કેમ વિસરાય, આભાર. પ્રિન્ટર શરદભાઈ ગાંધી વગર આ બધું શક્ય ન જ બને એટલે એમનો પણ આભાર માનું છું. આ અંકની સમગ્ર આર્થિક જવાબદારી શ્રી ગુલાબભાઈ શાહે સ્વીકારી, એમના સોહાર્દ અને પ્રેમાળ સ્વભાવને માત્ર પ્રણામ. નરેશભાઈ તમારી આ જ્ઞાન યાત્રાનું ભાથું અમને હંમેશ મળતું રહે , એવી વિનંતી સેજલ શાહ ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા- અપરિગ્રહ) (૭.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 212