Book Title: Prabuddha Jivan 2018 10 Author(s): Sejal Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 5
________________ આઇન્સ્ટાઇન કહેતા તેમ કેટલાક વર્ષો પછી મનુષ્યો માનશે નહિ કે આવો એક યુગ પુરુષ થઇ ગયો હતો. જે સામાન્યરૂપમાં અસામાન્ય લાગે તેવા અનેકોનેક કાર્ય ગાંધીજીના જીવનમાંથી મળી આવે છે. આજે આપણને અસામાન્ય લાગે તેવું જીવન તેઓ જીવ્યા, જે વિચાર અશક્ય લાગે, તેને તેઓ આચરણમાં મુકતા અને પોતે જ તેનો અનુભવ લેતા. દેશમાં થયેલી હિંસાની જવાબદારી પોતાના પર લેવાનો એક વિશાળ અભિગમ માત્ર નહિ પણ આ રાષ્ટ્રની પ્રત્યેક વ્યક્તિ જેમને તેમના પર વિશ્વાસ મૂક્યો, તેમને સુખી અને એક્તાર્યું વાતાવરણ આપવું, તેવી વિચારણા તેઓ ધરાવતા. ગાંધીજીએ જીવનભર ઉપદેશ નથી આપ્યા પણ આચરણ આપ્યું, વિચાર નથી આપ્યા પણ દૃષ્ટિકોણ આપ્યો, લોકોને એ માર્ગ પર ચાલવા માટેનું ધર્મ અને આત્મશક્તિ કેળવવાની તાકાત આપી. લોકોને પોતાની રીતે સ્વતંત્ર બની વિચારતાં વિચરતાં શીખવ્યું. આપણે જોઈ શકીએ છીએ કે એ સુરજના તાપમાં કોઈ બળી નથી. ગયું પણ બધા જ નાના દીવડા, મશાલ બનીને એક કૂચના પ્રવાસી બન્યા. બહુ અઘરું હોય છે કોઈને અંદરથી કેળવવું, ખાસ કરીને પ્રજા/સમૂહ એક નિર્ણય માગતી હોય અને એને અનુસરવા તલપાપડ બનતી હોય, ગાંધીજીને એવા ટોળાં નહોતા જોઈતા, તેઓ ઈચ્છતા કે તેમની હાજરી ગેરહાજરી વગર પણ સત્ય-અહિંસા જીવનનો ભાગ બને. તેમને પ્રભાવ નહોતો પાથરવો. તેમને મનુષ્યના સ્વભાવને સમજીને એનો ભાવ કેળવવો હતો. તેઓ ભાષા, બાળકો રમત, સીવણ કે આ જગતના શુલ્લકમાં શુલ્લક લેખાતા કે મહત્વના લાગતાં કોઈ પણ વિષય પર બોલી શકતા, ચર્ચા કરી શકતા. કારણ તેમને જીવનની પ્રત્યેક બાબતોને સર્વગ્રાહી રૂપે જોઈ છે, એટલે જ એમના ચિંતનમાંથી સમગ્ર જીવન મનુષ્યલક્ષી અભિગમ મળે છે, જે દરેકે દરેકને પોતાનો અને સ્વીકાર્ય લાગે છે. ખ્યાલ આવે કે કેટલું પારદર્શી અને સરળ જીવ્યા. પૃથ્વી પર આવો મનુષ્ય હતો જેને સમાજજીવનને પોતાના હૃદયમાં ધરીને કાર્ય કર્યું, એમાં કોઈ દંભ કે આકર્ષણ જન્મવાનો ભાવ નહોતો. પોતાના સિધ્ધાંતો માત્ર શબ્દોથી નહિ પણ પોતાન જીવન દ્વારા મૂકી આપવાનું કાર્ય તેમને કર્યું. ૨૦૧૮માં સાધનો કે યંત્રોની અક્ત નથી. મહેનત અને નસીબથી સંપત્તિ ભરપુર મળી રહે છે. કોમ્પ્યુટર મિત્ર કે રોબોર્ટ એકલતા અને ખાલીપાને ઓળંગી શકે છે. જે ભૂમિ પર રહીએ છીએ ત્યાંની સંસ્કૃતિ સાથે સહજરૂપે જ આપણે આપણી નિજી સંસ્કૃતિને ભૂલીને બીજાની સંસ્કૃતિ અપનાવી લઈએ છીએ, આપણા માટે બદલાવ અને નિજી ઓળખને ભૂલવું એ વચ્ચે ભેદ જ નથી રહ્યો. ક્ષણિક પ્રાપ્તિ, ક્ષણિક આવેશ અને સ્વ-વર્તુળનો પરિવેશ આપણને અનુકુળ આવી રહ્યો છે. શબ્દો જે ધાણીની જેમ આપણા જ મુખમાંથી ફૂટી રહ્યા છે તેની સાથે આપણને કોઈ જ લેવાદેવા નથી પણ આપણે સતત એમ જ વિચારીએ છીએ કે આ શબ્દોથી હું બીજાને પ્રભાવિત કરી દઉં માત દઉં, પરંતુ આ શબ્દો આપણી જવાબદારી છે, આ શબ્દો સાથે આપણો અંતર-આત્મા સહમત થવો જોઈએ, આ શબ્દો જે હ્રદયના ઊંડાણમાંથી પ્રગટ્યા છે, તેનું સત્ય આપણી પોતાની જવાબદારી છે, ગાંધી વાંચને મને આ શીખવ્યું. હું જે બોલું છું તે મારી જવાબદારી છે અને તે જો મેં સિધ્ધ ન કર્યું હોય તો બીજા પાસે હું સિધ્ધ ન જ કરાવી શકું. સૌ પ્રથમ મારે મારી જાતને પામવાની છે, સમજવાની છે, તપાસવાની છે, હૃદયમાં કટુતા, તિરસ્કાર, સ્પર્ધા, ઈર્ષા લઈને થતો નિર્ણય ક્યારેય યોગ્ય નથી હોતો. હું સમાજમાં સફળ થાઉં પણ જાત સાથે અસફળ રહ્યું કે દંભી રહું તો એ જીવનનું અધૂરાપણું કહેવાય. ગાંધીજીએ માનવસમાજ, સૃષ્ટિનું એક્તાપણું સ્વીકારી એ ભેદને સમજવાનો અને પછી ઓળંગવાનો પ્રયત્ન કર્યો. જે એમની સાથે હતાં તે એમના પર નિર્ભર નહોતા પણ તે બધા જ સ્વાવલંબી બને તેવો ગાંધીજી પ્રયાસ કરતાં. એમના પ્રત્યે એમને લાગણી કે ભાવ નહોતા એવું નહોતું પણ એ દ્વારા, તેઓ સાચા અર્થમાં સહુના બાપુ બનતા. પશુ પ્રત્યે કરુણા દાખવતો સમાજ પહેલા પોતાના સ્પર્ધક, નજીકના લોકો, જાત સાથે કરુણા દાખવે તે જરૂરી છે. જીવનની જીત અન્યને હરાવવામાં નહિ, જાતને જીતવામાં, જાતની જીતને ઓળંગી જવામાં છે. ગાંધીજીને ખસી જતાં આવડ્યું અને પોતાના વિચારને પ્રતિકુળ પરિસ્થતિમાં, જાત મહેનત દ્વારા લડતાં આવડ્યું. ૧૫મી ઓગસ્ટના દિવસે લાલકિલ્લા પરની ગાંધીજીની ગેરહાજરીની નોંધ લેવામાં આપણે ઊણા ઉતરીએ એમાં મહાત્માએ કઈ ગુમાવાનું નથી. આપણે આપણી સમજ અને અતિસમજને તપાસવાની છે. વિરોધ અને વિકાસ, નકાર અને સકાર સાથે જ ચાલે. એમણે સત્ય-અહિંસા-અપરિગ્રહ આજે હજી એ પેઢીના થોડાક જણ જીવી રહ્યાં છે, જેમણે ગાંધીજીને પ્રત્યક્ષ જોયા હતાં અને એવા પણ લોકો છે, જેને એમને જોયા નહોતા પણ એમના સિધ્ધાંતો પ્રત્યેની અતુટ શ્રધ્ધા, પોતાના બહુ નિકટના પૂર્વજો પાસેથી મેળવીને એ અનુસાર વર્ત્યા. પણ આજે જે યુવા વર્ગ છે, જેને આ બેમાંથી એક પણ પરિસ્થિતિ પ્રત્યે અહોભાવ અનુભવ્યો હોય, એવું ભાગ્યે જ વર્તાય છે, પોતાના સમૃદ્ધ યાંત્રિક વિશ્વથી સભર વાતાવરણમાં તેમને ઈતિહાસનાં આ પૃષ્ઠ પ્રત્યે સમભાવ કયાં કેળવ્યો છે? ગાંધીજી એક એવી રાષ્ટ્રીય ચેતના કે મશાલ છે જેને અનેક હૃદયને સચેતન કર્યા. આજે આપણી પાસે એવી અનેક દલીલો છે અને આપણે એમના વિશેની કેટલીક પ્રચલિત વાતોને આધારે વાતો કરતાં હોઈએ છીએ ત્યારે એમ થાય કે એમના જીવનના બધા તબક્કાઓને જો એમના જીવન કાર્ય સાથે જોડીને વાત કરીએ તો ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંકPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 212