________________
પ્રબુદ્ધ જીવ યોગી શ્રી પૃષ્ઠ ૧૮ ૬ પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક માર્ચ ૨૦૧૭દ્રજી વિ
પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષક પ્રબુદ્ધજીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવન જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષક # પ્રબુદ્ધ ર
કે, જાતે તપાસીને જ માલ લેવો, વ્યાજબી નફો જ લેવો, કાળપૂર્વક હિસાબ ચોખ્ખો રાખવો, કોઈનું દિલ દુભવવું નહીં. વગેરે. આવી સ્વચ્છ પ્રણાલિકાઓ અને ઉદારદિલીના કારણે નીતિમાન વેપારી તરીકે તેઓની શાખ પ્રસરી હતી. જરૂર પડે ત્યારે ક્ષણવારમાં તેઓ સોદો રદ કરીને સામેનાને ચિંતામુક્ત કરી દેતા. આ રીતે વેપારમાં પ્રામાણિક અને કુશળ હોવા સાથે આંતરિક રીતે તેઓ સાવ વિરક્ત હતા.
આ વિસ્તતાને લીધે જ વિ. સં. ૧૯૪૭ થી ૧૯૫૭ના ગાળામાં તેઓ આત્મસાધનાના માર્ગે ખૂબ આગળ વધ્યા. વિ. સં. ૧૯૪૭માં જ્યારે તેઓને શુદ્ધ સમકિતની પ્રાપ્તિ થઈ, ત્યારે તેમને આત્માનો પ્રત્યક્ષ, પ્રગટ અનુભવ થયો, એટલે કે દેહથી મિત્ર એવા દંહી સ્વરૂપ આત્માનો અનુભવ થયો. દેહ-દહી અર્થાત્ સ્વ-પરનું વિવેકપૂર્વકનું ભેદજ્ઞાન સતત વર્તાવા લાગ્યું, તેઓ જીવન મુક્ત દશા અનુભવી રહ્યા. કસોટી તો એવી થઈ કે અમુક સમય એવો આવ્યો કે વ્યવસાય અને ગૃહસ્થપણામાંથી નિવૃત્તિ લેવાની તેમની ભાવના વધતી ગઈ, તેમ તેમ નિવૃત્તિ તેમનાથી દૂર ભાગતી ગઈ, પરંતુ પોતાને કારણે બીજાને અશાંતિ થાય તેવું કયારેય ન કરાય એવા નિશ્ચયને લીધે તેઓ આવી પડેલ ઉપાધિને સમતાપૂર્વક સહન કરતા અને વિપરીત સંજોગોમાં પણ આત્મજ્ઞાન અને વૈરાગ્યના બળે પુરુષાર્થમાં પાછી પાની ન કરતા, બાહ્ય જીવનમાં હીરા-મોતીનો લાખોનો વેપાર કરતાં અને આંતરિક દૃષ્ટિએ શાંત, સ્વસ્થ ચિત્તથી જ્ઞાનવૃદ્ધિ કરતાં. કાળબળે વિ. સં. ૧૯પરથી આ ઉપાધિઓનો ભાર ઓછો થતો ગયો. તે પછી વર્ષનો મોટો ભાગ તેઓ આત્મસાધના માટે મુંબઈ બહાર રહેતા. પહાડો, જંગલો, નિર્જન સ્થાનોમાં એકાંતમાં રહીને સ્વાધ્યાય, ચિંતન, મનન, ધ્યાનમાં નિયત્ન રહેતા. મોન ધારણ કરી ગુપ્ત રહેવા પ્રયત્ન કરતા. પોતે ઓળખાઈ જતાં મુમુક્ષુઓને ઉપદેશ આપતા, જે ‘ઉપદેશ નોંધ’, ‘ઉપદેશ છાયા’, 'વ્પાખ્યાનસાર' વગેરે રૂપે છપાયેલ છે. વિ. સં. ૧૯૪૬ પછી થોડોક સમય કુટુંબ સાથે વવાણિયામાં, બાકીનો સમય ચરોતર, સૌરાષ્ટ્ર, ઈડર વગેરે પ્રદેશોમાં ગાળ્યો. વિ. સં. ૧૯૪૭માં ખંભાત પાસે રાળજમાં પર્યુષણ દ૨મ્યાન આત્મસમાધિમાં લીન થઈને રહ્યા. ત્યાંથી ખંભાત, વાશિયા મોરબી, આણંદ, ભરૂચ થઈ મુંબઈ આવ્યા. વિ. સં. ૧૯૪૯ના પર્યુષણ વડોદરામાં કરીને પેટલાદ, ધર્મજ, ખંભાતમાં સ્થિરતા કરી. વિ. સં. ૧૯૫૧માં કીર, મોરબી, વાળિયા સ્થિરતા કરી મુંબઈ ગયા. ફરી પાછા વાશિયા, મોરબી, સાયલા, હડમનાલા, રાણપુર, બોટાદ, લીંબડી, વડવા, ખંભાત, ઉંદેલ વગેરે સ્થળે સ્થિરતા કરી. વિ. સં. ૧૯૫૨માં ચીતર પ્રદેશમાં પ્રબુદ્ધ જીવત
પ્રબુદ્ધ જીવત ગયા. કાવિઠામાં તેઓ ગામ બહારના પ્રદેશોમાં ધ્યાન કરવા અવાનવાર જતા. કાવિઠાથી રાળા, વડવા, ખંભાત, આણંદ, નડિયાદ ગયા વિ. સં. ૧૯૫૨ના આસો વદ એકમના રોજ સાંજે નડિયાદમાં એકી બેઠકે એકસો બેંતાલીસ ગાથાયુક્ત ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચના કરી જ્યારે ત્યાં અંધારું થતાં શ્રી અંબાલાલભાઈ ફાનસ લઈને ઠેક સુધી ઊભા રહેલ.
વિ. સં. ૧૯૫૩માં માતા દેવબાઈની બિમારીના કારણે શ્રીમદ વવાણિયા ગયા, જ્યાં તેઓએ અપૂર્વ અવસ૨' કાવ્યની રચના કરી. ત્યાંથી પછી મોરબી, સાયલા, ઇડ૨ ગયા. ઈડ૨માં દસ દિવસની સ્થિરતા દ૨મ્યાન મુમુક્ષુઓને ઉદ્દેશ્યા. વિ. સં. ૧૯૫૪માં મોરબીમાં ત્રણ માસ રહ્યા. તે પછી ઉત્કૃષ્ટ આત્મ સાધના માટે કાવિઠા, વર્સા, ઉત્તરસંડા, ખેડા ગયા. એકાંત નિર્જન વનક્ષેત્રોમાં સ્થિરતા કરીને અવધૂત દશામાં અપૂર્વ આત્મસાધના કરી, સાથે સાથે જિજ્ઞાસુઓને પોતાના જ્ઞાન અને ધ્યાનનો લાભ પણ આપ્યો. તેઓએ પ્રમાદત્યાગ ઉપર સવિશેષ ભાર મૂક્યો. મિતાહારીપણે રહેલ શ્રીમદ્ ઘણી વખત આજુબાજુનું સાનભાન ભૂલીને કલાકો આત્મમનદશામાં ડૂબી જતા.
વનક્ષેત્રે સારો એવો સમય ગુજારીને શ્રીમદ્ મુંબઈ આવ્યા. ત્યાં થોડોક વખત રહીને વિ. સં. ૧૯૫૫નો માગસર સુદ પાંચમે ફરી ઇડ૨ ગયા. ત્યાં એકાંતવાસ જ પસંદ કર્યો. પંદરેક દિવસ પછી તેમના ઇડર હોવાના સમાચાર મળતા પૂ. શ્રી લલ્લુજી મુનિ (પ્રભુશ્રી) વગેરે ત્યાં આવ્યા, તેથી શ્રીમદ્ એકાંતની સાથે સાથે થોડો સમય સાધકોને આપતા. વિશાળ શિલા ઉપર શ્રીમદ્ બિરાજમાન થઈને ‘બૃહદુ વ્યસંગ્રહ' ગ્રંથ એકી બેઠકે લગભગ અડધો વાંચ્યો. પાંચ દિવસ સુધી મુનિઓને સદ્બોધ, જ્ઞાનવાર્તા કરી. ફરી પાછા દોઢ માસ સુધી ઈડરની પ્રાચીન ગુફામાં રહ્યા. પછી અમદાવાદમાં નરોડા આવી જેઠ માસમાં મુંબઈ પધાર્યા. આ દરમ્યાન મન, વચન, કાયા, આહાર, નિદ્રાનો જય કરીને અંતર્મુખવૃત્તિથી આત્મરમતામાં રહ્યા.
વિ. સં. ૧૯૫૫માં એક સભામાં લક્ષ્મી, સ્ત્રી પુત્રાદિનો ત્યાગ જાહેર કર્યો. સર્વસંગપરિત્યાગ કરીને બાહ્માંતર નિથ થવા માટે માતાની આજ્ઞાની જ રાહ હતી, પણ મોહને કારણે માતા આવી આજ્ઞા આપી ન શક્યા. વિ. સં. ૧૯૫૬ના પોષ મહિનાથી અસાધ્ય રોગનું આક્રમણ શરૂ થયું. સંગ્રહણીના રોગનું નિદાન થયું, હવાફેર માટે વિ. સં. ૧૯૫૬ના ચૈત્ર માસમાં તેઓને ધરમપુર લેવાયા. ત્યાં એકાદ મહિનો ીને અમદાવાદ, વીરમગામ થઈ વાળિયા બેએક માસ રહી મોરબી આવ્યા. મોરબીમાં જે જ્ઞાનધારા વહાવી તે ‘વ્યાખ્યાનસાર-૨' શીર્ષકથી પ્રકાશિત થઈ. શ્રાવણ વદ દસમે મોરબીથી વઢવાણ કેમ્પ આવીને ત્યાં આવેલ લીંબડીના પ્રબુદ્ધ જીવન
ચેતનરહિત કાષ્ઠ છેદતાં કાષ્ઠ દુ:ખ માનતું નથી. તેમ તમે પણ સમષ્ટિ રાખજો,
? *on !
બુદ્ધજીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષક પ્રબુદ્ધ જીવતા ઃ જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી