________________
પ્રબુદ્ધ જીવ
જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષર્ષક પ્રબુદ્ધજીવન ઃ જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવદ્ધ : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષક પ્રબુદ્ધ
યોગી શ્રી પૃષ્ઠ ૧૦૪ પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક ૬ માર્ચ ૨૦૧૭દ્રજી વિ
ભાવ-પ્રતિભાવ
પર્યુષણ પર્વ વિશેષાંક-બાર ભાવનાનો અંક મળ્યો. સંકલન ઘણું જ સુંદર રીતે કરેલું છે. ૧૨ ભાવનાના નામ, તેની સામાન્ય સમજણ અને તે કોણે કોણે ભાવી હતી તેનો અભ્યાસ થોકડા શીખ્યા ત્યારે કર્યો હતો. આ અંકમાં એક એક ભાવના વિશે જાણ્યું. ભાવનાની સમજણ, તેની વિશાળતા, ગૂઢતા, ગહનતા અને આપણા જીવનમાં તેનું શું મહત્ત્વ છે તે આ અંક વાંચ્યા પછી સમજાયું છે. સામાયિક લઈને એક વાંચવા બેસીએ અને ઓચિંતાની નજ૨ ઘડિયાળ પર પડે તો ખ્યાલ આવે, અરે! સામાયિક તો ક્યારનીય નીપજી ગઈ છે. ખરેખર અંતિમ ધ્યેયના માતા મોક્ષમાર્ગી વોને માટે આ એક માર્ગદર્શક છે. ખૂબ ખૂબ આભાર સાથે.
--નલિની વોરા, સાંતાક્રુઝ (૫), મુંબઈ-૪૦૦૦૫૪
***
‘પ્રબુદ્ધ જીવન’નાં અંકોના પાછળના પૃષ્ઠોમાં આવતા અંગ્રેજી
લેખો ઘણા ખાસ વાંચવા જેવા હોય છે.
જાન્યુ. '૧૭ના અંકની વાત કરું તો ડૉ. કામિની ગોગરીનો Self Study of Jalnology અંગેનો લેખ વાંચનારને જૈનોલોજાનો અભ્યાસ કરવા પ્રેરે તેવો છે.
આ જ અંકમાંના શ્રી દિલિપભાઈ શાહના ફીલાડેલફીઆથી લખાયેલ લેખમાંથી એ જાકોવા મળે છે કે ઉત્તર અમેરિકામાં જૈનોના બાળકી પાઠશાળાઓમાં જૈન ધર્મના તત્ત્વજ્ઞાન, ઇતિહાસ વ. વ. દરેક પાસાઓનો અભ્યાસ કરે છે. અને ‘જેના એકેડેમીક
બાઉલ’ દ્વારા થતી હરીફાઈ થકી રમતની સાથે સાથે જ્ઞાન મેળવે છે. આની સરખામણીમાં આપણે ત્યાંના મોટા ભાગના બાળકો, સારા જૈન જ નહીં, સારા માનવી બનવા માટે લગભગ નકામા શાળા-મહાશાળાના અભ્યાસને કારણે બહાને દહેરાસર,
ઉપાશ્રય કે પાઠશાળા જવાથી પણ વંચિત રહી જાય છે.
વળી, પ્રાચીબહેન શાહનો લેખ જે ખરેખર બધાએ વાંચવા જેવો છે. તેમની તા. ૧૦ ડિસેમ્બર, '૧૬ ની વાત, જે દિવસે ન્યુજર્સીના JV.B.N.J. જ્ઞાનશાળા અને યુથ ફોરમના ઉપક્રમે ત્યાંના જૈન બાળકો ‘મંગરવાન'માં ૧૨૫ ‘ભાણાં’ લઈને ન્યુ વાર્ક પેશ સ્ટેશને જાય છે અને એ ૧૨૫ ભાણાં જે રીતે ફક્ત ૨૦ મિનિટમાં ચપોચપ ઊપડી જાય છે, તે ખાસ જાણવાજોગ છે, એટલા માટે પણ કે અમેરિકા કરતાં અનેકગણો ભૂખમરો છતાં, આપણે ત્યાં આવું કશું થતું ભાગ્યે જ દેખાય છે.
એવી જ રીતે રેશ્માબહેન જેનની The Seeker's Diaryમાંની વ્યવહા૨ શુદ્ધિ અંગેની વાત પણ વ્યાજબી જ છે; કારણ કે, ખૂબ જ ટૂંકમાં વાત કરીએ તો, જેઓ ભેટ-સોગાદ, ચાંદલા લેવાના
પ્રબુદ્ધ જીવત
***
વ્યવહારમાં માને છે તેઓ આપવાના વ્યવહારમાંથી ‘છટકી” જવા પ્રયત્ન કરે તે બરાબર નથી. જો કે પશ્ચિમના દેશોના અનુકરણ જેવી આ Gifts અને Return Giftsની પ્રથા આપણે ત્યાં પણ દિવસે-દિવસે વધુ ને વધુ વ્યાપક થતી જાય છે. તે આપણા જેવા ગરીબ દેશ કે જ્યાં રોજેરોજ હજારો કે લાખો લોકોએ ભૂખ્યાઅર્ધભુખ્યા પેટે સુઈ જવું પડે છે ત્યાં કેટલી વ્યાજબી છે તે પા વિચારવા જેવું છે. વળી, પશ્ચિમનાં દેશોમાં પણ, એમ કહેવાય છે કે આ ભેટ-સોગાદોમાંની ૫૦% તેના પેકેટ ખોલ્યા વગર જ કચરા પેટીઓમાં ફેંકી દેવાય છે, તે પણ ધ્યાનમાં રાખવા જેવું છે. -અશોક શાહ, અમદાવાદ
ચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ
મુદ્રા સુધારો
'પ્રબુદ્ધે જવન’ના જાન્યુઆરી ૨૦૧૭ના અંકમાં 'નવ તત્ત્વ' લેખમાં જે મુહની ભૂલો રહી જવા પામી છે એ નીચે પ્રમાણે છેપાના નં. ૭, પહેલી કોલમમાં અંતે ‘હેય તત્ત્વોનો ત્યાગ અને ઉપાદેય તત્ત્વોનો આદર એ સમ્યગ્ ચારિત્ર છે.’ એમ સુધારીને વાંચવું.
પાના નં. ૮ ઉ૫૨ બીજી કોલમમાં
‘દ્રવ્ય મોક્ષ-કર્મનો સર્વયા ક્ષય કરવો તે.
sir
This is with reference to Dr. Renuka Porwal's ar
ticle about Jaina Ramayana in December, 2016 issue of `Prabudha Jivan', wherein, she has very beautifully narrated the origin of Jaina Ramayana.
In my humble opinion, the Jaina Ramayana, very aptly and in great detail, has also explained suffer
ings etc of Sita and others in the perspective of Jaina Karma Theory, showing their deeds etc in their previous births and this fact puts Jaina Ramayana in unique place amongst all, more than a hundred Ramayanas-with different names of the characters
popular in India and all of its neighbouring countries.
-AshokN.Shah, Ahmedabad
ભાવ મોક્ષ તે કર્મનો ક્ષય થવામાં કારણરૂપ જાવો જે પરિણામ એટલે કે સર્વ સંવરભાવ તે ભાવ-મોક્ષ.’ આ પ્રમાણે સુધારીને વાંચવું.
પાના નં. ૧૧ ઉપર પહેલી કોલમમાં બાહ્ય તપના પ્રકારો
અંતર્ગત પાંચમા ક્રમે ‘સંલીનતા” સુધારીને વાચવા વિનંતી. -ડૉ. રિમ બંદા, મુંબઈ જ્ઞાન વિક્ષેપ બદલ મિચ્છામિ દુક્કડમ્. -તંત્રી
પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવતઃ જ્ઞાતયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી
પ્રબુદ્ધ જીત કોઈ ને કાંઈ દ્વેષથી કહેવાઈ જવાય તો પશ્ચાતાપ ઘો કરતું, અને ક્ષમાપના માગતું. પછીથી તેમ કરશો નહીં. પ્રભુJul