________________ Licence to post Without Pre-Payment No. MR/TECH/WPP-36/SOUTH/2017. at Mumbal-400 001. Regd. With Registrar of Newspapers for India No. MAHBIL/2013/50453 Published on 16th of every month & Posted at Patrika Channel sorting office Mumbai-400 001 On 16th of every month 0 Regd. No. MCS/147/2016-18 PAGE No. 116 PRABUDHH JEEVAN: GYANYOGI SHRIMAD RAJCHANDRAJI VISHESHANK MARCH 2017 મોરારજી દેસાઈનો પત્ર શ્રીમદ રાજચંદ્રના નામે.... નવી દિલ્હી PRIME MINISTER તા. 31-8-1977 અધ્યાત્મિક સંસ્કૃતિ આપણા દેશમાં સૈકાઓથી વિકસી છે અને તેનો વારસો આપણને મળતો રહ્યો છે. આ સંસ્કૃતિ વિકસાવવામાં અનેક સંતો અને મુનિઓએ યોગદાન આપ્યું છે. ઇતિહાસના દરેક યુગમાં સંતો અને મહાત્માઓએ દેશના દરેક ભાગમાં નાગરિકજીવનને પ્રેરણા અને માર્ગદર્શન આપ્યાં છે. શ્રીમદ્ રાજચંદ્ર વીસમી સદીમાં આપણા દેશને માર્ગદર્શન આપનાર અધ્યાત્મિક પુરુષોમાંના એક હતા. મહાત્મા ગાંધીજી તેમની અધ્યાત્મિક સિદ્ધિથી પ્રભાવિત થયેલા અને આરંભના મંથનકાળમાં શ્રીમદ્ રાજચંદ્રનું માર્ગદર્શન તેમણે પ્રાપ્ત કરેલું. તેમના ચાર ગુરુઓમાંના એક તરીકે ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રને ગણાવેલા. શ્રીમદ્ રાજચંદ્રના તત્ત્વજ્ઞાનથી ગુજરાતમાં અનેક લોકો પરિચિત છે. તેમના અયુયાયીઓનો સમુદાય મોટો છે. તેથી સુબોધક પુસ્તકાલય દ્વારા શ્રીમદ્ રાજચંદ્રના જીવન અને કવન પર એક સચિત્ર પુસ્તિકા પ્રકાશિત થઈ રહી છે તેને હું આવકાર આપું છું અને આ પુસ્તિકા વાચકોને માર્ગદર્શક નીવડશે એવી આશા રાખું છું. પરાએ હઠ સંસાર છે તે પુણ્યપાપના ઉદયરૂપ છે. પરમાર્થથી બન્ને ઉદય (પુણ્ય-પાપ) પરના કરેલા અને આત્માથી ભિન્ન જાણીને તેના જાણનાર અથવા સાક્ષીમાત્ર રહો. હર્ષ અને ખેદ કરો નહીં. પૂર્વે બંધ કરેલ કર્મ તે હવે ઉદય આવ્યાં છે, પોતાના કર્યા દૂર નથી થતાં. ઉદય આવ્યા પછી ઈલાજ નથી. - શ્રીમદ્ રાજચંદ્ર Postal Authority Please Note: If Undelivered Return To Sender At 33, Mohamadi Minar, 14th Khetwadi, Mumbai-400004. Printed & Published by Pushpaben Chandrakant Parikh on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A, Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbal-400 027. And Published at 385, SVP Rd. Mumbai-400004. Temporary Add.: 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor:Sejal M. Shah.