________________
પ્રબુદ્ધ જીવ
પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષર્ણાંક પ્રબુદ્ધ જીવતા : જ્ઞાđયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવતા : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ જ્ઞાતયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ કુ
યોગી શ્રી પૃષ્ઠ ૧૬ ૬ પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક માર્ચ ૨૦૧૭દ્રજી વિ
પ્રબુદ્ધ જીવન ખીલવા માંડી. તેઓએ ‘ઘડિયાળ’ ઉપર ત્રણ જ દિવસમાં ત્રણસો કડીઓ લખી, પણ હાલમાં આ રચના ઉપલબ્ધ નથી. શીઘ્રકવિ એવા શ્રીમદ્ને ગાંધીજી કવિ તરીકે પણ ઓળખતા.
શ્રીમદ્દ્ન પોતાના કુટુંબમાં બાળપણથી વૈષ્ણવધર્મ અને જૈનધર્મ એમ બંને ધર્મના સંસ્કાર પ્રાપ્ત થયા. અન્ય ધર્મના સાધુ-સંતોનો સમાગમ પણ થયા કરતી. પરંતુ ધીમે ધીમે તેઓનો ઉર્ધ્વગામી આત્મા વૈરાગ્યપ્રધાન ધર્મ પ્રત્યે આકર્ષાયો. વધુ ને વધુ અભ્યાસથી ને જૈન ધર્મના તત્ત્વજ્ઞાનનું અગાધ ઊંડાણ અને વિશાળ દૃષ્ટિબિંદુ તેમને સમજાતું ગયું જેથી જૈન વિચારસરણી પ્રત્યેની શ્રદ્ધા દેઢ બનતી ગઈ. છતાં તેમના લખાણો કે વિચારોમાં સાંપ્રદાયિક સંકુચિતતા ક્યાંય જોવા મળતી નથી.
નાની ઉંમરે પિતાની દુકાન સંભાળવાની જવાબદારી આવી પડી. આ કામ કરતા કરતા તેર વર્ષની વયથી તેઓએ ઘેરાગ્ય તથા તત્ત્વવિચારણાના ગ્રંથોનો અભ્યાસ કરવા માંડ્યો. સવા વર્ષમાં બધા જૈન આગમો જોઈ લીધા. જ્ઞાનનો ઉઘાડ એટલો બધો હતો કે સામેની વ્યક્તિને એમ લાગે કે પુસ્તકના માત્ર પાનાં ફેરવે છે, પણ તેમને તો તે શાસ્ત્ર તેટલા સમયમાં સમજાઈ જતું. સ્વામી વિવેકાનંદ પણ આવી ગ્રહણશક્તિ ધરાવતા.) તેરથી સોળ વર્ષની ઉંમરે તેઓ વેદાંત, સાંખ્ય, ન્યાય, બૌદ્ધ, જૈન, ચાર્વાક - આ પદ્દર્શનના મહાસમુદ્રને ડહોળી વળ્યા.
જડતા અને પ્રમાદથી ઘેરાયેલા તે સમયના સમાજને ઢંઢોળવા માટે સરળ શૈલીમાં પુસ્તકો લખવાની શ્રીમન્ને તાલાવેલી જાગી. અનેક ગ્રંથોનો સાર ગ્રહીને વૈરાગ્ય તથા ઉપશમના માર્ગે લઈ જતાં ગ્રંથોનું સર્જન કરવાની શરૂઆત વિ. સં. ૧૯૪૦માં સાડા સોળ વર્ષે એકસો આઠ શિક્ષાપાઠ રૂપે ત્રણ દિવસમાં લખાયેલ ‘મોક્ષમાળા' ગ્રંથથી થઈ. આ જ ગાળામાં વિ. સં. ૧૯૪૨માં ભાવનાોધ' ગ્રંથ દ્વારા બાર ભાવનાનું ભાવવાહી સ્વરૂપ સમજાવ્યું.
વિ. સં. ૧૯૪૦માં મોરબીના ઉપાશ્રયમાં શાસ્ત્રી શંકરલાલના અષ્ટાવધાનનો પ્રયોગ જોઈને, તીવ્ર ચહારાક્તિ ધરાવતા શ્રીમદ્જીએ બે દિવસ બાદ પોતે પણ ઉપાશ્રયમાં બાર અવધાનનો સફળ પ્રયોગ કર્યો. ‘એક સાથે અનેક વસ્તુ યાદ રાખી, ભૂલ વગર અનેક કાર્યોમાં ઉપયોગ રાખવાની શક્તિ તે અવધાનશક્તિ.' તે પછી જામનગર, વઢવાણ, બોટાદ, જેતપુર, અમદાવાદ વગેરે સ્થળોએ પદ્મા બાર, સોય, બાવન વગેરે અવધાન કર્યા. ઓગણીસ વર્ષની વયે, તારીખ બારમી જાન્યુઆરી ૧૮૮૭ના રોજ, મુંબઈમાં ફરામજી કાવસજી ઈન્સ્ટિટ્યૂટમાં એકસો અવધાન કરી બધાને મંત્રમુગ્ધ કર્યા. તેમને આ માટે ‘સાક્ષાત્ સરસ્વતી’નું બિરુદ અને સુવર્ણચંદ્રક એનાયત થયા અને તેઓ શતાવધાની તરીકે પ્રખ્યાત સરળતા એ ધર્મનું બીજસ્વરૂપ છે, પ્રજ્ઞાએ કરી સ૨ળતા સેવાઈ હોય તો આજનો દિવસ સર્વોત્તમ છે. પ્રબુદ્ધ જીવન
ગુજરાતી પહેલી ચોપડીના પાંચ-છ પાઠ લખાવ્યા તો તે લખીને બોલી જતા. ઘ૨માં અગાઉ લખવા-વાંચવાના કોઈ પણ જાતના પ્રયત્નો કર્યા વગર પણ અભ્યાસમાં તેઓની અજબ ગ્રહણશક્તિ હતી. વળી તીવ્ર યાદશક્તિથી માત્ર એકવાર વાંચવાથી તેમને બધું યાદ રહી જતું. તેથી તો માત્ર બે જ વર્ષમાં ગુજરાતી સાત ચોપડી જેટલો અભ્યાસ પૂરો કર્યો, જે તેઓની અસાધારણ પ્રતિભાનું સૂચન કરે છે.
વાલિયામાં તેઓના કુટુંબના સ્નેહી શ્રી અમીચંદભાઈ સાપ કરડવાથી ગુજરી ગયા ત્યારે શ્રીમદ્ની ઉંમર સાત વર્ષની હતી. ‘ગુજરી જવું’ એટલે શું એ અંગે તીવ્ર જિજ્ઞાસા વ્યક્ત કરતાં પહેલાં તો દાદાએ તેમને નાના સમજીને જવાબ આપવાનો ટાળ્યો, પણ પછી સમજાવ્યું કે શરીરમાંથી જીવ નીકળી જતાં ગુજરી ગયેલ વ્યક્તિના શરીરને બાળી નાંખવામાં આવે છે. તેઓએ બાવળના ઝાડ ઉપરથી છાનામાના સળગતી ચિતાને જોઈ. આ દુષ્યથી તેમને ખૂબ શોક થયો અને સાથે સાથે વિચારે ચઢી ગયા કે શરીરમાંથી ચાલ્યું જનાર તત્ત્વ શરીર એટલે કે દેહથી ભિન્ન છે. આ વિચારસાગરમાં ડૂબકી મારતાં મારતાં જે મનોમંથન થયું તેના નવનીતરૂપે તેઓને જાતિસ્મરણજ્ઞાન થયું. ‘જાતિસ્મરણજ્ઞાન એટલે પૂર્વના એક અથવા વધુ ભર્યાનું જ્ઞાન.' આ ઉપરાંત તેઓએ જ્યારે જૂનાગઢનો ગઢ જોર્યો ત્યારે અને ઈડરના પહાડોમાં વિચર્યા ત્યારે પણ જાતિ- સ્મરાજ્ઞાન થતાં તેઓને પોતાના પૂર્વના નવસો ભવ જાણવામાં આવ્યા. બાળપણમાં જ તેઓને જાતિસ્મરાજ્ઞાનનો જે અનુભવ થયો તેના પરિણામે વૈરાગ્ય તરફ સ્વાભાવિક ગતિ થતાં પારમાર્થિક જીવનનો વિકાસ ઝડપી બન્યો.
આઠ વર્ષની વયે તેઓએ લગભગ પાંચ હજાર કડીઓની રચના કરી. નવ વર્ષની ઉંમરે ‘રામાયણ', ‘મહાભારત' જેવા ગ્રંથીના મર્મને કાવ્યમાં રજૂ કરતાં પર્ધાની રચના કરી. જો કે આમાંનું મોટા ભાગનું સાહિત્ય હાલમાં ઉપલબ્ધ નથી. નવું નવું વાંચવાની, શીખવાની જિજ્ઞાસાને કારણે તેઓએ વિવિધ બોધગ્રંથો વાંચ્યા. દસ વર્ષે તો તેઓ વિવિધ વિષયો પર છટાદાર ભાષણ આપી શકતા. કચ્છના દરબારમાં તેઓને વ્યાખ્યાન આપવા માટે આમંત્રિત કરવામાં આવેલ. તેઓના સુંદર અને મરોડદાર અક્ષરોને લીધે રાજદરબારમાં સાદર બોલાવીને તેમની પાસે અગત્યના લખાણો તૈયાર કરાવવામાં આવતા.
પ્રબુદ્ધ જીવત
અગિયારમાં વર્ષે ચિંતન-મનનના પરિપાક રૂપે લખાયેલ તેમના લેખો તે સમયના શિષ્ટ સામયિક ‘બુદ્ધિપ્રકાશ'માં છપાતા. તેઓ ઈનામી નિબંધો લખતા, જેમાં તેમને પારિતોષિકો પણ મળતા. બાર વર્ષની ઉમરે તેઓની કવિત્વ શક્તિ પણ
રાજચંદ્રજી વિશેષક પ્રબુદ્ધ જીવત : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક “ પ્રબુદ્ધ
જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવન જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ