Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
૩૮]
પતંજલિના યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૧૧
રંગે રંગાયેલું જ્ઞાન ગ્રાહ્ય અને ગ્રહણ બંનેના આકારને પ્રગટ કરે છે, અને પોતાની જાતિના સંસ્કારનો આરંભ કરે છે. એ સંસ્કાર પોતાને અભિવ્યક્ત કરનાર કારણ સામગ્રીથી, એના આકારવાળી અને ગ્રાહ્ય, ગ્રહણ બંને રૂપોવાળી સ્મૃતિ ઉત્પન્ન કરે છે. પહેલાં ગ્રહણનો આકાર ઉત્પન્ન થાય એ બુદ્ધિ, અને પહેલાં ગ્રાહ્યનો આકાર પેદા થાય એ સ્મૃતિ છે. એ બે પ્રકારની છે : ભાવિત સ્મૃતિ (જેમાં ચિત્ત અને એનો વિષય એકરૂપ બન્યા હોવાથી, પ્રયત્ન વિના સ્મૃતિ પેદા થાય છે, અને મિથ્યા છે) અને અભાવિતસ્મૃતિ (આમાં ચિત્ત તતૂપ થયા વિના, પ્રયત્નપૂર્વક યાદ કરે છે, તેથી આવી સ્મૃતિ સાચી છે). સ્વપ્રમાં ભાવિત સ્મર્તવ્ય સ્મૃતિ છે, અને જાગ્રત સમયે અભાવિતસ્મર્તવ્ય સ્મૃતિ છે. આ બધી સ્મૃતિઓ પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિના અનુભવથી પ્રગટ થાય છે.
આ બધી વૃત્તિઓ સુખ, દુઃખ, મોહાત્મક છે, અને સુખ, દુઃખ અને મોહ ક્લેશો છે. સુખ સાથે રાગ, દુઃખ સાથે કેષ રહે છે. મોહ અવિદ્યા છે. આ બધી વૃત્તિઓનો વિરોધ કરવો જોઈએ. એમના નિરોધથી સંપ્રજ્ઞાત કે અસંપ્રજ્ઞાત સમાધિ થાય છે. ૧૧
तत्त्व वैशारदी अनुभूतविषयासंप्रमोषः स्मृतिः । प्रमाणादिभिरनुभूते विषये योऽसंप्रमोषोऽस्तेयं सा स्मृतिः । संस्कारमात्रजस्य हि ज्ञानस्य संस्कारकारणानुभवावभासितो विषय आत्मीयस्तदधिकविषयपरिग्रहस्तु संप्रमोष: स्तेयम् । कस्मात्सादृश्यात् । मुष् स्तेये (धा.पा. ९।६१) इत्यस्मात्प्रमोषपदव्युत्पत्तेः । एतदुक्तं भवति-सर्वे प्रमाणादयोऽनधिगतमर्थं सामान्यतः प्रकारतो वाऽधिगमयन्ति । स्मृतिः पुनर्नपूर्वानुभवमर्यादामतिकामति । तद्विषया तदूनविषया वा न तु तदधिकविषया । सोऽयं वृत्त्यन्तराद्विशेषः स्मृतेरिति । विमृशति-किं प्रत्ययस्येति । ग्राह्यप्रवणत्वादनुभवस्य स्वानुभवाभावात्तज्जः संस्कारो ग्राह्यमेव स्मारयतीति प्रतिभाति । अनुभवमात्रजनितत्वाच्चानुभवमेव वेति । विमृश्योपपत्तित उभयस्मरणमवधारयति-ग्राह्यप्रवणतया ग्राह्योपरक्तः । परमार्थतस्तु ग्राह्यग्रहणे एवोभयं तयोराकारं स्वरूपं निर्भासयति प्रकाशयति । स्वव्यञ्जकं कारणमञ्जनमाकारो यस्य स तथोक्तः । स्वकारणाकार इत्यर्थः । स्वकारणाकारव्यञ्जकमुद्बोधकं तेनाञ्जनं फलामिमुखीकरणं यस्येति वेत्यर्थः ।
ननु यदि कारणविचारेण बुद्धिस्मरणयोः सारूप्यं कस्तहि भेद इत्यत