Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
૩૩૪ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૧૮
દેશ, કાળ તેમજ નિમિત્તના અનુભવ (જ્ઞાન) વિના એમનો સાક્ષાત્કાર થાય નહીં. તેથી યોગીને દેશ, કાળ વગેરે સાથે સંસ્કારોના સાક્ષાત્કારથી પૂર્વજન્મનું જ્ઞાન થાય છે. અન્યના સંસ્કારો પર સંયમ ક૨વાથી એના પૂર્વજન્મનું જ્ઞાન પણ થાય છે.
આ વિષયમાં એક આખ્યાન સાંભળવામાં આવે છે. ભગવાન્ લૈંગિષવ્ય ઋષિને સંસ્કારસાક્ષાત્કારથી દસ મહાસર્ગોમાં જન્મોના પરિણામક્રમને જોતાં વિવેકજન્ય જ્ઞાન ઉત્પન્ન થયું. એક (યોગથી દિવ્ય) શરીરધારી ભગવાન આવચ્ચે એમને પૂછ્યું : “દસ મહાસર્ગોમાં ભવ્યપણાને કારણે અજ્ઞાનથી ન ઘેરાયેલા બુદ્ધિસત્ત્વથી આપે નરક અને પશુશરીરોથી ઉત્પન્ન થયેલાં દુ:ખ જોયાં છે, અને દેવ, મનુષ્ય રૂપોમાં વારંવાર ઉત્પન્ન થયા હોવાથી સુખ પણ જોયાં છે. તો સુખદુઃખ એ બેમાંથી વધારે કયું પ્રાપ્ત થયું ?” ભગવાન આવટ્યને જૈગિષળ્યે કહ્યું “દસ મહાસર્ગોમાં હાજર રહેવાના કારણે અને અજ્ઞાનથી ન ઘેરાયેલા બુદ્ધિસત્ત્વને લીધે મેં નરક અને તિર્યક્ યોનિઓનાં દુ:ખ જોયાં છે, અને દેવો તેમજ મનુષ્યોમાં વારંવાર ઉત્પન્ન થઈને જે કાંઈ અનુભવ્યું છે, એ બધું દુઃખ જ છે, એમ માનું છું.” ભગવાન આવડ્યે ફરીથી પૂછ્યું : “આપનું હાલનું પ્રકૃતિને વશમાં રાખવાનું સામર્થ્ય અને સર્વોત્તમ સંતોષ સુખ છે, એને પણ આપ દુઃખના પક્ષમાં ગણો છો ?'’ ભગવાન જૈગિષવ્યે જવાબ આપ્યો : “વિષયસુખોની તુલનામાં જ આ સંતોષ-સુખને અનુત્તમ કહ્યું છે. પણ કૈવલ્યસુખની અપેક્ષાએ એ દુઃખ જ છે. બુદ્ધિસત્ત્વનો આ ધર્મ ત્રિગુણાત્મક છે, અને ત્રિગુણાત્મક અનુભવો હેય (ત્યાજ્ય) પક્ષમાં રહેલા છે. તૃષ્ણાતંતુ દુઃખરૂપ છે. તૃષ્ણાજન્ય દુઃખો અને સંતાપો દૂર થતાં પ્રાપ્ત થતું પ્રસન્ન, નિબંધ, સૌને અનુકૂળ કૈવલ્ય સુખ કહ્યું છે. ૧૮
तत्त्ववैशारदी
संस्कारसाक्षात्करणात्पूर्वजातिज्ञानम् । ज्ञानजा हि संस्काराः स्मृतेर्हेतवः । अविद्यादिसंस्कारा अविद्यादीनां क्लेशानां हेतव: । विपाको जात्यायुर्भोगरूपः । तस्य हेतवो धर्माधर्मरूपाः । पूर्वेषु भवेष्यभिसंस्कृता निष्पादिताः स्वकारणैर्यथासंस्कृतं व्यञ्जनं कृतमिति गम्यते । परिणामचेष्टानिरोधशक्तिजीवनान्येव धर्माश्चित्तस्य, तद्वदपरिदृष्टाश्चित्तधर्माः । तेषु श्रुतेष्वनुमितेषु सपरिकरेषु संयमः संस्काराणां द्वयेषां