Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar

View full book text
Previous | Next

Page 497
________________ પા. ૪ સૂ. ૨૮] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી [ ४६उ हानमेषां क्लेशवदुक्तम् ॥२८॥ કલેશોની જેમ એમનો નાશ કહ્યો છે. ૨૮ भाष्य यथा क्लेशा दग्धबीजभावान प्ररोहसमर्था भवन्ति, तथा ज्ञानाग्निना दग्धबीजभावः पूर्वसंस्कारो न प्रत्ययप्रसूर्भवति । ज्ञानसंस्कारास्तु चित्ताधिकारसमाप्तिमनुशेरत इति न चिन्त्यन्ते ॥२८॥ ક્લેશો બળેલા બીજ જેવા બનતાં અંકુરિત થતા નથી, એમ જ્ઞાનાગ્નિથી બળેલા બીજ જેવા પૂર્વ સંસ્કારો નવા વિચારો ઉત્પન્ન કરી શકતા નથી. જ્ઞાનના સંસ્કારો ચિત્તના અધિકારની સમાપ્તિ ન થાય ત્યાં સુધી રહે છે. તેથી એમની ચર્ચા કરવામાં આવતી નથી. ૨૮ तत्त्ववैशारदी स्यादेतत्-सत्यपि विवेकविज्ञाने व्युत्थानसंस्कारा यदि प्रत्ययान्तराणि प्रसुवते कस्तर्हि हानहेतुरेतेषां यतः प्रत्ययान्तराणि न पुनः प्रसुवीरन्नित्यत आह- हानमेषां क्लेशवदुक्तम् । अपरिपिक्वविवेकज्ञानस्याक्षीयमाणा व्युत्थानसंस्काराः प्रत्ययान्तरं प्रसुवते न तु परिपक्वविवेकज्ञानस्य क्षीणाः प्रत्ययान्तराणि प्रसोतुमर्हन्ति । यथा विवेकच्छिद्रसमुत्पन्ना अपि क्लेशा न संस्कारान्तरं प्रसुवते । तत्कस्य हेतो: ? तदेते क्लेशा विवेकज्ञानवह्निदग्धबीजभावा इति ( द्र० २।१० ) । एवं व्युत्थानसंस्कारा अपीति । अथ व्युत्थानसंस्कारा विवेकज्ञानसंस्कारैर्निरोद्धव्याः । विवेकसंस्काराश्च निरोधसंस्कारैः । निरोधसंस्काराणां त्वबाह्यविषयत्वं दर्शितम् । ( ३।१५ भाष्य ) । निरोधोपायः प्रायश्चिन्तनीय इत्यत आह- ज्ञानसंस्कारास्त्विति । परवैराग्यसंस्कारा इत्यर्थः ॥२८॥ ભલે. વિવેકજ્ઞાન હોય છતાં વ્યુત્થાન સંસ્કારો વિચારો ઉત્પન્ન કરે તો એમનો નાશ શી રીતે કરવો, જેથી ફરીવાર ઉત્પન્ન ન થાય ? જવાબમાં “હાનમેષાં..” સૂત્રથી કહે છે કે વિવેકજ્ઞાન પરિપકવ ન થયું હોય, તો વ્યુત્થાન સંસ્કારો ક્ષીણ થયેલા હોતા નથી, તેથી તેઓ બીજા પ્રત્યયો ઉત્પન્ન કરે છે. પરંતુ પરિપક્વ વિવેકજ્ઞાન યુક્ત યોગીમાં એ ક્ષીણ થયેલા હોવાથી બીજા પ્રત્યયા ઉત્પન્ન કરી શકતા નથી. કેમ ? કારણ કે એ ક્લેશો વિવેકજ્ઞાનના અગ્નિથી બળેલા બીજ જેવા બને છે. (જુઓ, ૨.૧૦). એ જ રીતે વ્યુત્થાન સંસ્કારોનો પણ નાશ કરવો

Loading...

Page Navigation
1 ... 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512