Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text ________________
૪૬૬ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૪ સૂ. ૩૧
विद्वान्विमुक्तो भवति । उत्तरं-यस्मादिति-क्लेशकर्मवासनेद्धः किल कर्माशयो जात्यादिनिदानम् । न चासति निदाने निदानी भवितुमर्हति । यथाहात्र भगवानक्षपाद:वीतरागजन्मादर्शनात् (न्यायसू० ३।१।२५) इति ॥३०॥
તત ફ્લેશકર્મ નિવૃત્તિઓથી ધર્મમેઘસમાધિનું પ્રયોજન કહે છે. વિદ્વાનું (જ્ઞાની) શાથી જીવતાં જ મુક્ત થાય છે? જવાબમાં “યસ્માત્ વિપર્યયો ભવસ્ય કારણ”. વગેરેથી કહે છે કે ક્લેશ કર્મવાસનાથી વૃદ્ધિ પામેલો કર્ભાશય જન્મ વગેરેનું કારણ છે. કારણવગર કાર્ય થાય નહીં. આ વિષે ભગવાન્ અક્ષપાદે કહ્યું છે :”વીતરાગનો જન્મ જોવામાં આવતો નથી,”(ન્યાયસૂત્ર, ૩.૧.૨૫) ૩૦
तदा सर्वावरणमलापेतस्य ज्ञानस्यानन्त्याज्ज्ञेयमल्पम् ॥३१॥
ત્યારે બધાં આવરણો અને મળો વિનાના ચિત્તસત્ત્વનું જ્ઞાન અનંત હોવાથી ષેય અલ્પ જણાય છે. ૩૧
भाष्य
सर्वैः क्लेशकर्मावरणैर्विमुक्तस्य ज्ञानस्यानन्त्यं भवति । आवरकेण तमसाभिभूतमावृतमनन्तं ज्ञानसत्त्वं वचिदेव रजसा प्रवर्तितमुद्घाटितं ग्रहणसमर्थं भवति । तत्र यदा सर्वैरावरणमलैरपगतं भवति तदा भवत्यस्यानन्त्यम् । ज्ञानस्यानन्त्याज्ज्ञेयमल्पं संपद्यते; यथा-आकाशे खद्योतः । यत्रेदमुक्तम्
अन्धो मणिमविध्यत्तमनङ्गलिरावयत् । अग्रीवस्तं प्रत्यमुञ्चत्तमजिह्वोऽभ्यपूजयत् ॥ इति ॥३१॥
(17૦ તૈ૦ મા શારાપ) બધા ક્લેશ કર્મરૂપ આવરણોથી મુક્ત જ્ઞાન અનંત છે. આવરણ કરનાર તમસથી અભિભૂત આવૃત અનંત જ્ઞાનસત્ત્વ કોઈ જગાએ રજસથી પ્રવર્તિત, ઉદ્ઘાટિત થતાં ગ્રહણ સમર્થ બને છે. બધા આવરણમલો વિનાનું બનતાં એનું અનંતપણું પ્રગટ થાય છે. જ્ઞાનની અનંતતા થતાં, જોય, આકાશમાં આગિયાની જેમ, અલ્પ બને છે. આ વિષે કહ્યું છે. -
આંધળાએ મણિ વીંધ્યો. આંગળી વિનાનાએ એમાં દોરો પરોવ્યો,
Loading... Page Navigation 1 ... 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512