Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar

View full book text
Previous | Next

Page 507
________________ પા. ૪ સૂ. ૩૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૪૭૩ નિત્યોમાં વ્યાપકપણું કહે છે. જે સ્વભાવથી અપ્રશ્રુત હોય, એવી ફૂટસ્થ વસ્તુ નિત્ય કહેવાય.પણ જે પરિણામી હોઈ સદૈવ સ્વરૂપથી શ્રુત થતું હોય એ નિત્ય કેવી રીતે કહેવાય ? જવાબમાં “મિન્ પરિણમ્યમાને તત્ત્વ ન વિહન્યતે તન્નિત્યમ્...થી કહે છે કે ધર્મો લક્ષણ અને અવસ્થાના ઉદય-વ્યય સ્વભાવના હોય છે, પણ ધર્મી સ્વરૂપથી શ્રુત થતો નથી. શું બધા ક્રમો પરિણામના છેવટના અંતથી ગ્રહણ કરાય એવા હોય છે? જવાબમાં “ના” કહે છે. ગુણોના બુદ્ધિ વગેરે ધર્મોમાં પરિણામક્રમ અંતથી જણાય છે, કારણ કે ધર્મો નશ્વર છે. પણ પ્રધાનનો પરિણામક્રમ અંતવાળો નથી. પ્રધાનના ધર્મોમાં થતા પરિણામને લીધે ભલે એમાં પરિણામ ક્રમ સ્વીકારાય, પણ અપરિણામી પુરુષમાં પરિણામક્રમ કેવી રીતે હોઈ શકે? જવાબમાં “કૂટસ્થનિત્યેષ..” વગેરેથી કહે છે કે મુક્ત પુરુષોના સ્વરૂપવિષે “અસ્તિ”એવું કથન ક્રમના કારણે જ શક્ય બને છે. બદ્ધ પુરુષો, ચિત્તમાં પોતાપણાનું અભિમાન હોવાથી, ચિત્તના પરિણામને અધ્યાસથી પોતાનામાં કલ્પે છે. મુક્ત પુરુષો વિષે તેઓ ““છે.” એ ક્રિયાપદના પ્રયોગથી ઉત્પન્ન થતા વિકલ્પને કારણે, મોહથી કલ્પિત, અવાસ્તવિક પરિણામ માની લેવામાં આવે છે. શબ્દની પાછળ છાયાની જેમ ચાલ્યો આવતો વિકલ્પ “અસ્તિ” ક્રિયાપદ પ્રયોજવાનો હેતુ છે. ગુણોનો પરિણામક્રમ અંતવગરનો છે, એમ કહ્યું એ સહન ન થતાં “અથાસ્ય સંસારસ્ય..” વગેરેથી પૂછે છે કે સ્થિતિમાં અર્થાત મહાપ્રલયમાં, અને ગતિમાં અર્થાત્ સૃષ્ટિમાં સસાર ગુણોમાં વર્તમાન છે, એ સંસારના પરિણામક્રમનો અંત છે કે નહીં? આશય એ છે કે અંત ન હોય તો સંસારરૂપ પરિણામ પણ અનંત હોય, તો પછી મહાપ્રલય વખતે બધા આત્માઓના સંસારનો ઉચ્છેદ કેવી રીતે થાય છે? અને સૃષ્ટિના પ્રારંભમાં અકસ્માત ઉત્પન્ન કેવી રીતે થાય છે ? તેથી એક એક આત્મા ક્રમશઃ મુક્ત થતાં, બધા મુક્ત થાય ત્યારપછી, બધાના સંસારનો અંત થતાં, ક્રમશઃ પ્રધાનના પરિણામક્રમની સમાપ્તિ થાય છે, એમ કહેવું જોઈએ. અને એમ કહેશો તો પ્રધાન અનિત્ય છે, એવો પ્રસંગ થશે. વળી અપૂર્વ સત્ત્વનો પ્રાદુર્ભાવ ઇષ્ટ નથી, જેથી અનંતતા થાય.એમ થતાં અનાદિપણાનો અને બધાં શાસ્ત્રોના અર્થનો ભંગ થવાનો પ્રસંગ આવે. આના નિરાકરણ માટે જવાબમાં “અવચનીયમેતત” વગેરેથી કહે છે આવા પ્રશ્નોના નિશ્ચયાત્મક જવાબ આપી શકાય નહીં. બિસ્કુલ અવચનીયતા દર્શાવવા માટે “અતિ પ્રશ્નઃ...... વગેરેથી એકાન્તિક પ્રશ્ન પૂછે છે : “ બધા જન્મેલા મરશે કે નહીં ?” એનો જવાબ છે, “હા, સાચી વાત છે, બધા મરશે.” નિશ્ચિત જવાબ આપી શકાય એવા પ્રશ્ન

Loading...

Page Navigation
1 ... 505 506 507 508 509 510 511 512