Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
પા. ૪ સૂ.૨૩] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૪૫૫
अभिन्नोऽपि हि बुद्धयात्मा विपर्यासितदर्शनैः । ग्राह्यग्राहकसंवित्तिभेदवानिव लक्ष्यते ।
इति । तत्कथमेतेऽनुकम्पनीया इत्यत आह- समाधिप्रज्ञायामिति । ते खलूक्ताभिरुपपत्तिभिश्चित्तातिरिक्तं पुरुषमभ्युपगम्याप्यष्टाङ्गयोगोपदेशेन समाधिप्रज्ञायामात्मगोचरायामवतार्य बोधयितव्याः । तद्यथा-समाधिप्रज्ञायां प्रज्ञेयोऽर्थ आत्मा प्रतिबिम्बभूतोऽन्यः । कस्मात् ? तस्यात्मन आलम्बनीभूतत्वात् । अथ चित्तादभिन्नमेव कस्मान्नालम्बनं भवतीति । यदि युक्तिबोधितोऽपि वैजात्याद्वदेत्तत्र हेतुमाह- स चेदात्मरूपोऽर्थश्चित्तमात्रं स्यान्न तु ततो व्यतिरिक्तस्ततः कथं प्रज्ञयैव प्रज्ञारूपमवधार्येत, स्वात्मनि वृत्तिविरोधात् । उपसंहरति-तस्मादिति । समीचीनोपदेशेनानुकम्पिता મવન્તીત્યાદ-મિતિ 1 નાતિત: | સ્વમાવત ફત્યર્થ: ॥૨॥
આમ, દશ્ય તરીકે પરિણામી ચિત્તથી ભિન્ન અપરિણામી પુરુષનું પ્રતિપાદન કર્યું. “અતૠચૈતદભુપગમ્યતે''થી લોકપ્રત્યક્ષને પણ આ વિષયમાં પ્રમાણ તરીકે રજૂ કરે છે. આ વાત અવશ્ય આવી છે, એવો અર્થ છે. દ્રષ્ટા અને દૃશ્યથી રંગાયેલું ચિત્ત સર્વાર્થ છે. જેમ નીલ વગેરે (રૂપો)થી રંગાયેલું ચિત્ત નીલ વગેરે પદાર્થોને પ્રત્યક્ષ ઉપસ્થિત કરે છે, એમ દ્રષ્ટાની છાયાવાળું ચિત્ત ચેતનના રંગે રંગાયેલું હોવાથી દ્રષ્ટાને પણ પ્રત્યક્ષ ઉપસ્થિત કરે છે. કારણ કે હું નીલને જાણું છું, એમ બે આકારોવાળું જ્ઞાન સૌને થાય છે. આમ જ્ઞાતા પણ શેયની જેમ સાક્ષાત્ સિદ્ધ હોવા છતાં, જળમાં પડેલા ચંદ્રના (પ્રતિબિંબથી ભિન્ન આકાશ સ્થિત મુખ્ય) બિંબની જેમ પુરુષને વિવેકથી જાણ્યો નથી. પણ તેથી એ અપ્રત્યક્ષ નથી. ચંદ્ર જળમાં રહેલો છે, એ વાત અપ્રમાણિક છે, તેથી મુખ્ય બિંબ રૂપ ચંદ્ર પણ અપ્રમાણિક છે એવું બની શકે નહીં. રૂપમાં અને તેથી ચિત્તમાં પ્રતિબિંબિત થયેલું હોવાથી ચૈતન્ય ચિત્તવૃત્તિગોચર હોવા છતાં, પોતાના મુખ્ય ભિન્ન બિમ્બ રૂપમાં વૃત્તિગોચર નથી.
આ રીતે ચિત્ત સર્વાર્થ છે. “મનો હિ મંતવ્યેનાર્થેનોપરક્તમ્'થી ભાષ્યકાર આ વાત કહે છે. મન ફક્ત મંતવ્ય પદાર્થના આકારવાળું બનીને, એનાથી જ રગાયેલું નથી, પણ ચૈતન્યથી પણ રંગાયેલું છે. “ચકાર' ભિન્નક્રમ હોવાથી “પુરુષેણ” શબ્દ પછી મૂકવો જોઈએ. ચૈતન્યની છાયા વૈનાશિકોએ સ્વીકારવી જોઈએ. એમ ન હોય તો તેઓ ચિત્તમાં ચૈતન્યનું આરોપણ કેવી રીતે કરશે ? ‘‘તદનેન ચિત્તસારૂપ્પણ ભ્રાન્તા .....” વગેરેથી આ વાત કહે છે. કેટલાક વૈનાશિકો બાહ્યાર્થવાદી બૌદ્ધો કહે છે કે ચિત્ત પોતે દ્રષ્ટા અને દૃશ્યના આકારનું અનુભવાય છે, માટે એ બંને ચિત્તથી અભિન્ન છે. તેઓ કહે છે :