Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar

View full book text
Previous | Next

Page 494
________________ ૪૬૦] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૪ સૂ.૨પ - ધનનું જ વિલન પીરામ મ તે વિષયના અભાવમાં દર બધું ચિત્તનું જ વિચિત્ર પરિણામ છે. પુરુષ તો અવિદ્યાના અભાવમાં શુદ્ધ અને ચિત્તના ધર્મોથી અસંસ્કૃષ્ટ છે. આવા કુશળ પુરુષની આત્મભાવભાવના નિવૃત્ત થાય છે. ૨૫ तत्त्ववैशारदी तदेवं कैवल्यमूलबीजं युक्तिमयमात्मदर्शनमुक्त्वा तदुपदेशाधिकृतं पुरुषमनधिकृतपुरुषान्तराद्वयावृत्तमाह-विशेषदर्शिन आत्मभावभावनाविनिवृत्तिः । यस्यात्मभावे भावनास्ति तस्याष्टाङ्गयोगोपदेशाननुतिष्ठतो युञ्जानस्य तत्परिपाकाच्चित्तसत्त्वपुरुषयोर्विशेषदर्शनादात्मभावभावना निवर्तते । यस्यात्मभावभावनैव नास्ति नास्तिकस्य, तस्योपदेशानधिकृतस्यापरिनिश्चितात्मतत्परलोकभावस्य नोपदेशो न विशेषदर्शनं नात्मभावभावनानिवृत्तिरिति सूत्रार्थः । नन्वात्मभावभावनायाश्चित्तवर्तिन्याः कुतोऽवगम इत्यत आह-यथा प्रावृषीति । प्राग्भवीयं तत्त्वदर्शनबीजमपवर्गभागीयं यत्कर्माष्टाङ्गयोगानुष्ठानं तदेकदेशानुष्ठानं वा तदभिनिर्वतितमस्तीत्यनुमीयते । तस्य चात्मभावभावनावश्यमेव स्वाभाविकी वस्त्वभ्यासं विनापि प्रवर्तते । अनधिकारिणमागमिनां वचनेन दर्शयति-यस्याभावादिदमिति । पूर्वपक्षो-नास्ति कर्मफलं परलोकिनोऽभावात्परलोकाभाव इति । तत्र रुचिः । अरुचिश्च निर्णये पञ्चविंशतितत्त्वविषये । आत्मभावभावना प्राग्व्याख्याता (२।३९ टीका द्र०) । विशेषदर्शिनः परामर्शमाह-चित्तस्यैवेति । अस्य विशेषदर्शनकुशलस्यात्मभावभावना विनिवर्तत इति ॥२५॥ આમ, કેવલ્યના મૂળ બીજ જેવા આત્મદર્શનવિષે યુક્તિપૂર્વક રજૂઆત કરીને, આ વિષયના ઉપદેશ માટે અનધિકારીથી જુદો પાડીને “વિશેષ દર્શિન...” વગેરે સૂત્રથી એના અધિકારી પુરુષવિષે કહે છે. જેને પોતાના અસ્તિત્વ વિષે જાણવાની તીવ્ર ઇચ્છા છે, અને અષ્ટાંગ યોગનાં સાધનોનું અનુષ્ઠાન કરે છે, તેમજ નિયમિત યોગાભ્યાસ (ધ્યાનાભ્યાસ) કરે છે, એને અભ્યાસના પરિપાકથી સત્ત્વથી આત્મા વિશેષ છે, એવું દર્શન થાય છે. અને એ કારણે એની આત્મભાવભાવના નિવૃત્ત થાય છે. પરંતુ જે નાસ્તિકમાં આત્મભાવ વિષે જાણવાની ઇચ્છા જ નથી, એ ઉપદેશનો અધિકારી નથી. એમાં આત્મા તેમજ પરલોક વિષે કશો નિશ્ચય હોતો નથી. માટે એને ઉપદેશ કરવામાં આવતો નથી. અને એને વિશેષદર્શન કે આત્મભાવભાવનાની નિવૃત્તિ થતી નથી, એવો સૂત્રનો અર્થ છે. | ચિત્તમાં રહેલી અદશ્ય આત્મભાવભાવના અમુક પુરુષમાં છે, એ શી રીતે જણાય? જવાબમાં “યથા પ્રાવૃષિ...” વગેરેથી કહે છે કે પૂર્વ જન્મોમાં કરેલા અષ્ટાંગ યોગના અનુષ્ઠાનથી અથવા એના એક અંશના અનુષ્ઠાનથી તત્ત્વદર્શનના

Loading...

Page Navigation
1 ... 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512