Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar

View full book text
Previous | Next

Page 461
________________ પા. ૪ સૂ. ૧૨] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૪૨૭ નથી. તો દ્રવ્ય તરીકે ઉત્પન્ન થતી વાસનાઓ નષ્ટ કેવી રીતે થાય છે ? अतीतानागतं स्वरूपतोऽस्त्यध्वभेदाद्धर्माणाम् ॥१२॥ અતીત અને અનાગત સ્વરૂપથી છે. કારણ કે ધર્મોનો ત્રણ भयो(ो)भा मे होय छे. १२ भाष्य भविष्यद्वयक्तिकमनागतम्, अनुभूतव्यक्तिकमतीतम् । स्वव्यापारोपारूढं वर्तमानम् । त्रयं चैतद्वस्तु ज्ञानस्य ज्ञेयम् । यदि चैतत् स्वरूपतो नाभविष्यन्नेदं निर्विषयं ज्ञानमुदपत्स्यत, तस्मादतीतानागतं स्वरूपतोऽस्तीति । किञ्च भोगभागीयस्य वापवर्गभागीयस्य वा कर्मणः फलमुत्पित्सु यदि निरुपाख्यमिति तदुद्देशेन तेन निमित्तेन कुशलानुष्ठानं न युज्यते । सतश्च फलस्य निमित्तं वर्तमानीकरणे समर्थं नापूर्वोपजनेन । सिद्धं निमित्तं नैमित्तिकस्य विशेषानुग्रहं कुरुते, नापूर्वमुत्पादयतीति । धर्मी चानेकधर्मस्वभावः । तस्य चाध्वभेदेन धर्माः प्रत्यवस्थिताः। न च यथा वर्तमानं व्यक्तिविशेषापन्नं द्रव्यतोऽस्त्येवमतीतमनागतं च । कथं तर्हि ? स्वेनैव व्यङ्गयेन स्वरूपेणानागतमस्ति, स्वेन चानुभूतव्यक्तिकेन स्वरूपेणातीतमिति, वर्तमानस्यैवाध्वनः स्वरूपव्यक्तिरिति, न सा भवत्यतीतानागतयोरध्वनोः । एकस्य चाध्वनः समये द्वावध्वानौ धर्मिसमन्वागतौ भवत एवेति, नाभूत्वा भावस्त्रयाणामध्वनामिति ॥१२॥ અનાગતની અભિવ્યક્તિ ભવિષ્યમાં થાય છે. જેની અભિવ્યક્તિ અનુભવાઈ ગઈ છે, એ અતીત છે. અને જે પોતાના વ્યાપારમાં આરૂઢ થઈને પ્રગટ થયું છે, એ વર્તમાન છે. આ ત્રણ વસ્તુઓ જ્ઞાનવડે શેય બને છે. જો એ સ્વરૂપથી ન હોત તો આવું જ્ઞાન નિર્વિષય બનવાથી ઉત્પન્ન ન થઈ શક્ત. માટે અતીત અને અનાગત સ્વરૂપથી છે. વળી ભોગભાગી કે મોક્ષભાગી કર્મનું ફળ ઉત્પન્ન થવાનું જ છે. એમ જો કર્તાવડે નિરૂપણ કરાય એવું ન હોય તો, એને ઉદેશીને, એના નિમિત્તથી શાણા પુરુષો કર્મનું અનુષ્ઠાન કરે છે, એ અયોગ્ય ઠરે. નિમિત્ત અપ્રગટ પણ અસ્તિત્વ ધરાવતા ફળને વર્તમાન બનાવવામાં સમર્થ છે, અસત્ નું સર્જન કરવામાં નહીં.

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512