Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
પા. ૪ સૂ. ૧૪] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૪૩૧
प्रकृतिनित्यतया मायाविमिणी परमार्थेति ॥१३।।
ભલે. પણ આ વિવિધ પ્રકારના ધર્મી, ધર્મ અને અવસ્થા પરિણામ રૂપવાળો વિશ્વરૂપ પ્રપંચ એક પ્રધાનથી ઉત્પન્ન થઈ શકે નહીં. એક કારણથી કાર્યભેદ સંભવે નહીં. તેથી “તે વ્યક્તસૂક્ષ્મ ગુણાત્માનઃ” સૂત્રથી કહે છે કે આ બધા ત્રણ અધ્વવાળા ધર્મો વ્યક્ત, સૂક્ષ્મ તેમજ ગુણોરૂપ છે. ત્રણ ગુણોથી જુદું એમનું કોઈ કારણ નથી. એમનાથી ઉત્પન્ન થયેલી અનાદિ ક્વેશવાસનાઓમાં રહેલી વિચિત્રતાને લીધે જગતમાં વૈચિત્ર્ય જણાય છે. વાયુપુરાણમાં કહ્યું છે:
પ્રધાન વિશ્વરૂપ હોવાથી આવું અદ્ભુત પરિણામ ઉત્પન્ન થાય છે.” (વાયુ પુરાણ, ૫૩, ૧૨૦).
વ્યક્ત પૃથ્વી વગેરે ભૂતોનું અને અગિયાર ઇન્દ્રિયોનું વર્તમાન, ભૂત અને ભવિષ્યપણું તેમજ છ અવિશેષો યથાયોગ (સ્થળ કાળની યોગ્યતા મુજબ) થાય છે. આ વિષે ષષ્ટિતંત્ર શાસ્ત્ર ઉપદેશ છેઃ "ગુણોનું પરમરૂપ દષ્ટિગોચર બનતું નથી.” વગેરે, માયા જેવું એટલે ફક્ત માયા નહીં. સુતુચ્છ એટલે નશ્વર. જેમ માયા જોતજોતામાં બીજારૂપવાળી દેખાય છે, એમ વિકારો પણ આવિર્ભાવ, તિરોભાવ ધર્મવાળા હોઈ પ્રતિક્ષણ રૂપ બદલે છે. પ્રકૃતિ નિત્ય હોવાથી માયા કરતાં વિરુદ્ધ ધર્મવાળી અને સત્ય છે. ૧૩
યલા તુ સર્વે , થ: શબ્દ: પિિજમિતિ- જ્યારે બધું ત્રણ ગુણરૂપ છે, તો એક પરિણામ શબ્દરૂપ અને બીજું ઇન્દ્રિયરૂપ શાથી થાય છે
परिणामैकत्वाद्वस्तुतत्त्वम् ॥१४॥ પરિણામની એકતાને લીધે વસ્તુતત્ત્વમાં એકતા થાય છે. ૧૪
भाष्य प्रख्याक्रियास्थितिशीलानां गुणानां ग्रहणात्मकानां करणभावेनैकः परिणामः श्रोत्रमिन्द्रियम् । ग्राह्यात्मकानां शब्दतन्मात्रभावेनैकः परिणामः शब्दो विषय इति । शब्दादीनां मूर्तिसमानजातीयानामेकः परिणामः पृथियीपरमाणुस्तन्मात्रावयवः । तेषां चैकः परिणामः पृथिवी गौवृक्षः पर्वत इत्येवमादिः । भूतान्तरेष्वपि स्नेहौष्ण्यप्रणामित्वावकाशदानान्युपादाय सामान्यमेकविकारारम्भः समाधेयः