Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
પતંજલિનાં યોગસૂત્રો
[पा. ४. २०
વળી ચિત્ત સ્વપ્રકાશ છે એનો અર્થ એ થાય કે એ બીજા કોઈવડે ગ્રાહ્ય બનતું નથી. ભલે ચિત્ત ગ્રાહ્ય ન હોય. અકારણ અને અવ્યાપક એવા ગ્રહણની નિવૃત્તિ થતાં ચિત્તની નિવૃત્તિ થાય નહીં. એના જવાબમાં “સ્વબુદ્ધિ પ્રચાર સંવેદનાત્” વગેરેથી કહે છે કે બુદ્ધિ કે ચિત્તનો પ્રચાર કે વ્યાપાર બધાં પ્રાણીઓ જાણે છે. ક્રોધ, લોભ વગેરે ચિત્તના વૃત્તિભેદો પોતાના આશ્રય એવા ચિત્ત અને એના વિષયોસાથે પ્રત્યેક આત્મા વડે અનુભવાતા હોવાથી ચિત્ત અગ્રાહ્ય છે, એ વાતને વિઘટિત (ખંડિત)કરે છે “હું ગુસ્સે થયો છું”, વગેરે દાખલાઓ વડે પોતાની બુદ્ધિના પ્રચાર-વ્યાપારનું સંવેદન વધુ સ્પષ્ટ કરે છે. ૧૯
४४८]
एकसमये चोभयानवधारणम् ॥२०॥
એક સમયે (સ્વ અને પર) બંનેનું જ્ઞાન થાય નહીં. ૨૦
भाष्य
न चैकस्मिन्क्षणे स्वपररूपावधारणं युक्तम् । क्षणिकवादिनो यद्भवनं सैव क्रिया तदेव च कारकमित्यभ्युपगमः ॥२०॥
એક ક્ષણમાં પોતાનું અને બીજાનું નિશ્ચયાત્મક જ્ઞાન યોગ્ય નથી. ક્ષણિકવાદી બૌદ્ધના મતમાં હોવું જ ક્રિયા અને કારક છે, એવો અભિગમ छे. ૨૦
तत्त्ववैशारदी
एकसमये चोभयानवधारणम् । स्वाभासं विषयाभासं चित्तमिति ब्रुवाणो न तावद्येनैव व्यापारेणात्मानमवधारयति तेनैव विषयमपीति वक्तुमर्हति । न ह्यविलक्षणो व्यापारः कार्यभेदाय पर्याप्तः । तस्माद्व्यापारभेदोऽङ्गीकर्तव्यः । न च वैनाशिकानामुत्पत्तिभेदातिरिक्तोऽस्ति व्यापारः । न चैकस्या एवोत्पत्तेरविलक्षणायाः कार्यवैलक्षण्यसम्भवः, तस्याकस्मिकत्वप्रसङ्गात् । न चैकस्योत्पत्तिद्वयसम्भवः । तस्मादर्थस्य च ज्ञानरूपस्य चावधारणं नैकस्मिन्समय इति । तदेतद्भाष्येणोच्यते न चैकस्मिन्क्षण इति । तथा चोक्तं वैनाशिकै:
भूतिर्येषां क्रिया सैव कारकं सैव चोच्यते ।
इति । तस्माद् दश्यत्वमेतच्चित्तस्य सदातनं स्वाभासत्वमपनयद् द्रष्टारं च द्रष्टुरपरिणामित्वं च दर्शयतीति सिद्धम् ॥२०॥