________________
પા. ૪ સૂ. ૧૨] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૪૨૭
નથી. તો દ્રવ્ય તરીકે ઉત્પન્ન થતી વાસનાઓ નષ્ટ કેવી રીતે થાય છે ?
अतीतानागतं स्वरूपतोऽस्त्यध्वभेदाद्धर्माणाम् ॥१२॥
અતીત અને અનાગત સ્વરૂપથી છે. કારણ કે ધર્મોનો ત્રણ भयो(ो)भा मे होय छे. १२
भाष्य भविष्यद्वयक्तिकमनागतम्, अनुभूतव्यक्तिकमतीतम् । स्वव्यापारोपारूढं वर्तमानम् । त्रयं चैतद्वस्तु ज्ञानस्य ज्ञेयम् । यदि चैतत् स्वरूपतो नाभविष्यन्नेदं निर्विषयं ज्ञानमुदपत्स्यत, तस्मादतीतानागतं स्वरूपतोऽस्तीति । किञ्च भोगभागीयस्य वापवर्गभागीयस्य वा कर्मणः फलमुत्पित्सु यदि निरुपाख्यमिति तदुद्देशेन तेन निमित्तेन कुशलानुष्ठानं न युज्यते । सतश्च फलस्य निमित्तं वर्तमानीकरणे समर्थं नापूर्वोपजनेन । सिद्धं निमित्तं नैमित्तिकस्य विशेषानुग्रहं कुरुते, नापूर्वमुत्पादयतीति ।
धर्मी चानेकधर्मस्वभावः । तस्य चाध्वभेदेन धर्माः प्रत्यवस्थिताः। न च यथा वर्तमानं व्यक्तिविशेषापन्नं द्रव्यतोऽस्त्येवमतीतमनागतं च । कथं तर्हि ? स्वेनैव व्यङ्गयेन स्वरूपेणानागतमस्ति, स्वेन चानुभूतव्यक्तिकेन स्वरूपेणातीतमिति, वर्तमानस्यैवाध्वनः स्वरूपव्यक्तिरिति, न सा भवत्यतीतानागतयोरध्वनोः । एकस्य चाध्वनः समये द्वावध्वानौ धर्मिसमन्वागतौ भवत एवेति, नाभूत्वा भावस्त्रयाणामध्वनामिति ॥१२॥
અનાગતની અભિવ્યક્તિ ભવિષ્યમાં થાય છે. જેની અભિવ્યક્તિ અનુભવાઈ ગઈ છે, એ અતીત છે. અને જે પોતાના વ્યાપારમાં આરૂઢ થઈને પ્રગટ થયું છે, એ વર્તમાન છે. આ ત્રણ વસ્તુઓ જ્ઞાનવડે શેય બને છે. જો એ સ્વરૂપથી ન હોત તો આવું જ્ઞાન નિર્વિષય બનવાથી ઉત્પન્ન ન થઈ શક્ત. માટે અતીત અને અનાગત સ્વરૂપથી છે. વળી ભોગભાગી કે મોક્ષભાગી કર્મનું ફળ ઉત્પન્ન થવાનું જ છે. એમ જો કર્તાવડે નિરૂપણ કરાય એવું ન હોય તો, એને ઉદેશીને, એના નિમિત્તથી શાણા પુરુષો કર્મનું અનુષ્ઠાન કરે છે, એ અયોગ્ય ઠરે. નિમિત્ત અપ્રગટ પણ અસ્તિત્વ ધરાવતા ફળને વર્તમાન બનાવવામાં સમર્થ છે, અસત્ નું સર્જન કરવામાં નહીં.