________________
૪૨૬ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૪ સૂ. ૧૧
કારણે સંગ્રહાય છે. એમના અભાવમાં, એમના આશ્રયે રહેલી વાસનાઓનો પણ અભાવ થાય છે. ૧૧
तत्त्ववैशारदी अथैताश्चित्तवृत्तयो वासनाश्चानादयश्चेत्कथमासामुच्छेदः । न खलु चितिशक्तिरनादिरुच्छिद्यत इत्यत आह-हेतुफलाश्रयालम्बनैः संगृहीतत्वादेषामभावे तदभावः । अनादेरपि समुच्छेदो दृष्टः । तद्यथाऽनागतत्वस्येति सव्यभिचारत्वादसाधनम्। चितिशक्तिस्तु विनाशकारणाभावान्न विनश्यति, न त्वनादित्वात् । उक्तं च वासनानामनादीनामपि समुच्छेदे कारणं सूत्रेणेति । अनुग्रहोपघातावपि धर्माधर्मादिनिमित्तमुपलक्षयतः । तेन सुरापानादयोऽपि संगृहीता भवन्ति । नेत्री नायिका । अत्रैव हेतुमाह-मूलमिति । प्रत्युत्पन्नता वर्तमानता न तु धर्मस्वरूपोत्पादः । अत्रैव हेतुमाह-न हीति । यदभिमुखीभूतं वस्तु कामिनीसंपर्कादि । व्यापकाभावे व्याप्यस्याभाव રૂતિ મૂત્રાર્થ: શા
હવે આ ચિત્તવૃત્તિઓ અને વાસનાઓ અનાદિ હોય તો એમનો નાશ શી રીતે થાય ? અનાદિ ચિતિશક્તિનો નાશ થતો નથી. આના જવાબમાં “હેતુલ વગેરે સૂત્રથી કહે છે કે હેતુ, ફળ, આશ્રય અને આલંબનથી સંગ્રહીત-સંચિત- થતી વાસનાઓ, એમના અભાવથી નાશ પામે છે. અનાદિનો પણ નાશ જોવામાં આવે છે. દાખલા તરીકે અનાગતપણું (અનાદિ છતાં સાન્ત છે). આમ અનાદિપણું સવ્યભિચાર (નિયમપૂર્વક શાશ્વતતાનો હેતુ ન હોવાથી) છે, તેથી એ અવિનાશીપણાને સિદ્ધ ન કરી શકે. ચિતિશક્તિ વિનાશના કારણના અભાવને લીધે શાશ્વત છે, અનાદિપણાને લીધે નહીં. અને અનાદિ વાસનાઓના નાશનું કારણ સૂત્રમાં દર્શાવ્યું છે. અન્યનો અનુગ્રહ અને ઉપઘાત પણ ધર્મ અને અધર્મનો હેતુ દર્શાવે છે. આનાથી મદ્યપાન વગેરેનું ગ્રહણ થયેલું જાણવું જોઈએ. નેત્રી એટલે નાયિકા કે પ્રેરક. “મૂલ” (અવિઘા બધાનું મૂળ છે) કહીને પ્રેરકપણાનો હેતુ બતાવ્યો છે. પ્રત્યુત્પન્નતા એટલે વર્તમાનતા, ધર્મના સ્વરૂપની નવીન ઉત્પત્તિ નહીં. “ન હિ” વગેરેથી એનો હેતુ કહે છે. “યદભિમુખીભૂતમ્” જે સમક્ષ ઉપસ્થિત થાય - એટલે કામિની સંપર્ક વગેરે. વ્યાપક ન હોય તો વ્યાપ્ય પણ ન હોઈ શકે, એવો સૂત્રનો અર્થ છે. ૧૧
नास्त्यसतः संभवः, न चास्ति सतो विनाशः इति द्रव्यत्वेन संभवन्त्यः कथं નિર્વતિષ્યન્ત વાસના રૂતિ – અસત્ ઉત્પન્ન થતું નથી, અને સનો વિનાશ થતો