Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
પા. ૪ સુ. ૧૧] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૨૫
બાહ્ય સાધન-સાધ્ય ધર્મથી ઓછો ગણાય ? જ્ઞાનવૈરાગ્યજન્ય ધર્મો જ એમના કરતાં વધુ બળવાન છે. તેથી એમના બીજભાવને દૂર કરે છે. “દંડકારણ્યમ્' વગેરેથી આ વિષયમાં સુપ્રસિદ્ધ દષ્ટાન્ત પ્રસ્તુત કરે છે. ૧૦
हेतुफलाश्रयालम्बनैः संगृहीतत्वादेषामभावे तदभावः ॥११॥
હેતુ, ફળ, આશ્રય અને આલંબન વડે (વાસનાઓનો) સંગ્રહ થતો હોવાથી, એમના (હેતુ વગેરેના) અભાવથી એમનો અભાવ થાય છે. ૧૧.
भाष्य
हेतुर्धर्मात्सुखमधर्मादुःखं सुखाद्रागो दुःखाद्वेषस्ततश्च प्रयत्नस्तेन मनसा वाचा कायेन वा परिस्पन्दमानः परमनुगृह्णात्युपहन्ति वा । ततः पुनर्धर्माधर्मों सुखदुःखे रागद्वेषाविति प्रवृत्तमिदं षडरं संसारचक्रम् । अस्य च प्रतिक्षणमावर्तमानस्याविद्या नेत्री मूलं सर्वक्लेशानामित्येष हेतुः । फलं तु यमाश्रित्य यस्य प्रत्युत्पन्नता धर्मादेः, नापूर्वोपजनः । मनस्तु साधिकारमाश्रयो वासनानाम् । न ह्ववसिताधिकारे मनसि निराश्रया वासनाः स्थातुमुत्सहन्ते । यदभिमुखीभूतं वस्तु यां वासनां व्यनक्ति तस्यास्तदालम्बनम् । एवं हेतुफलाश्रयालम्बनरेतैः संगृहीताः सर्वा वासनाः । एषाभावे तत्संश्रयाणामपि वासनानामभावः ॥११॥
હેતુ એટલે ધર્મથી સુખ, અધર્મથી દુઃખ, સુખથી રાગ, દુઃખથી દ્વેષ, પછી પ્રયત્ન વખતે મન, વચન અને શરીરથી કર્મો કરતાં પુરુષ બીજાનું હિત કે અહિત કરે છે. એનાથી ફરીવાર ધર્મ, અધર્મ, સુખ, દુઃખ, રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે. આમ આ છ અરાઓવાળું સંસારચક્ર પ્રવર્તે છે. પ્રતિક્ષણ ફરતા આ ચક્રની નેત્રી (નાયિકા) અને મૂળ અવિદ્યા બધા કલેશોનું કારણ હોવાથી “હેતુ” કહેવાય છે. જેને અનુલક્ષીને ધર્મ વગેરે આચરાય એ “ફળ” છે. એમાં કોઈ નવીન વસ્તુ ઉત્પન્ન થતી નથી. (જ અનાગત હતું એની વર્તમાનતા થાય છે.) સાધિકાર મન વાસનાઓનો “આશ્રય” છે. ચરિતાધિકાર (કૃતકૃત્ય) મનમાં આશ્રયવિના વાસનાઓ રહી શકતી નથી. સન્મુખ ઉપસ્થિત થતી વસ્તુ વાસનાને પ્રગટ કરે એ એનું આલંબન” છે. આમ, બધી વાસનાઓ હેતુ, ફળ, આશ્રય અને આલંબનને