Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
૩૮૦]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૪૫
च चन्द्रमसमादित्यं कुर्यात्कुहूं च सिनीवालीमित्यत आह- न च शक्तोऽपीति । न खल्वेते यत्रकामावसायिनस्तत्रभवतः परमेश्वरस्याज्ञामतिक्रमितुमुत्सहन्ते । शक्तयस्तु पदार्थानां जातिदेशकालावस्थाभेदेनानियतस्वभावा इति युज्यते तासु तदिच्छानुविधानमिति। एतान्यष्टावैश्वर्याणि ।
तद्धर्मानभिघात इति । अणिमादिप्रादुर्भाव इत्यनेनैव तद्धर्मानभिघातसिद्धौ पुनरुपादानं कायसिद्धिवदेतत्सूत्रोपबद्धसकलविषयसंयमफलवत्त्वज्ञापनाय । सुगममन्यत् III
ભૂતોમાં સંયમ કરવાથી યોગીને માટે ભૂતો સંકલ્પાનુવિધાયી બનતાં કેવી સિદ્ધિ મળે છે? “તતોણિમાદિ વગેરે સૂત્રથી જવાબ આપે છે, ભૂતોના શૂલરૂપમાં સંયમ કરવાથી ચાર સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. મોટો હોવા છતાં અણુ જેવડો બને એ અણિમા છે. લઘિમાથી મોટો છતાં હળવો બનીને હલકા ઘાસ કે રૂની જેમ આકાશમાં વિહરે છે. મહિમાથી નાનો હોવા છતાં ગામ, પર્વત કે આકાશ જેવડો બને છે. પ્રાપ્તિથી બધા પદાર્થો યોગીની નજીક આવી જાય છે, અને પૃથ્વી પર રહીને આંગળીના અગ્રભાગ (ટરવા)થી ચંદ્રને સ્પર્શે છે. ભૂતોના સ્વરૂપનો સંયમ વડે વિજય કરવાથી મળતી સિદ્ધિઓ કહે છે. પ્રાકામ્ય એટલે ઇચ્છાના વિઘાતનો અભાવ. એનું રૂપ ભૂતોના મૂર્તિ વગેરે રૂપોથી આઘાત અનુભવતું નથી. પાણીની જેમ જમીનમાં ડૂબીને બહાર આવે છે. ભૂતોના સૂક્ષ્મનો સંયમ વડે જય કરીને મળતી સિદ્ધિઓ કહે છે. વશિત્વથી પૃથ્વી વગેરે ભૂતો અને ગાય, ઘડો વગેરે ભૌતિકોવિષે વશી કે સ્વતંત્ર બને છે, એમના વશમાં આવતો નથી. ભૂતોના કારણરૂપ તન્માત્રો - પૃથ્વી વગેરેના પરમાણુઓ-ને સંયમવડે વશ કરીને, એમનાં કાર્યોને પણ વશ કરે છે. એમને જેમ સ્થાપે એમ જ રહે છે, એવો અર્થ છે. ભૂતોના અન્વયને સંયમ વડે વશ કરવાથી મળતી સિદ્ધિઓ કહે છે. ઈશિત્વ એટલે મૂળ પ્રકૃતિના વિજયથી ભૌતિકોના ઉત્પત્તિ-વિનાશ અને ભૂહ (સંસ્થાન) પર અધિકાર મેળવે છે. અર્થવન્દ્ર પર સંયમ વડે મળતી સિદ્ધિ કહે છે. પત્રકામાવસાયિત્વ એટલે સત્યસંકલ્પત્વ. ગુણોની અર્થવત્તા જીતીને યોગી જે ભૂતને જેના અર્થે સંકલ્પથી યોજ, એ તે તે પ્રયોજન સિદ્ધ કરે છે. સંકલ્પથી વિષને અમૃત તરીકે યોજીને જિવાડે છે.
ભલે પણ શક્તિ વિપર્યાસ (ફેરફાર)ની જેમ પદાર્થ વિપર્યાસ કેમ કરતો નથી ? એમ કરીને એ ચંદ્રને સૂર્ય તેમજ કુ ને સિનીવાલી અમાવાસ્યાના બે ભેદો) બનાવી શકે. એના જવાબમાં “શોપિ.” વગેરેથી કહે છે કે યત્ર કાયાવસાયી યોગીઓ સમર્થ હોવા છતાં આદિયોગી પરમેશ્વરની આજ્ઞા ઉથાપવાનું