Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
પા. ૩ સૂ.૪૯ ] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી
सत्त्वपुरुषान्यताख्यातिमात्रस्य सर्वभावाधिष्ठातृत्वं सर्वज्ञातृत्वं च ॥४९॥
[ ३८५
સત્ત્વ અને પુરુષની ભિન્નતાના જ્ઞાનમાત્રવાળું ચિત્ત સર્વ ભાવોનું અધિષ્ઠાતા અને સર્વજ્ઞ બને છે. ૪૯
भाष्य
निर्धूतरजस्तमोमलस्य बुद्धिसत्त्वस्य परे वैशारद्ये परस्यां वशीकारसंज्ञायां वर्तमानस्य सत्त्वपुरुषान्यताख्यातिमात्ररूपप्रतिष्ठस्य सर्वभावाधिष्ठातृत्वम् । सर्वात्मानो गुणा व्यवसायव्यवसेयात्मकाः स्वामिनं क्षेत्रज्ञं प्रत्यशेषदृश्यात्मत्वेनोपस्थिता इत्यर्थः । सर्वज्ञातृत्वं सर्वात्मनां गुणानां शान्तोदिताव्यपदेश्यधर्मत्वेन व्यवस्थितानामक्रमोपारूढं विवेकजं ज्ञानमित्यर्थ इति । एषा विशोका नाम सिद्धिर्यां प्राप्य योगी सर्वज्ञः क्षीणक्लेशबन्धनो वशी विहरति ॥ ४९॥
જ્યારે રજસ્, તમના મળવિનાનું બુદ્ધિસત્ત્વ, પર વૈરાગ્ય નામના પરમ વૈશાઘ (શ્રેષ્ઠ જ્ઞાન)માં પ્રવર્તે અને સત્ત્વ તેમજ પુરુષની અન્યતાના જ્ઞાનમાત્રમાં પ્રતિષ્ઠિત થાય, ત્યારે એ સર્વ ભાવો (અસ્તિત્વ ધરાવતા पछार्थी)नुं अधिष्ठाता जने छे. व्यवसाय ( ग्रहा) जने व्यवसेय ( ग्राह्य) ३पे गुणो सर्व (विश्व) ३५ छे. तेजो स्वामी क्षेत्रज्ञ (द्रष्टा ) प्रत्ये संपूर्ण દશ્યરૂપે ઉપસ્થિત થાય છે, એવો અર્થ છે. સર્વજ્ઞાતૃત્વ (સર્વજ્ઞપણું) એટલે શાન્ત, ઉદિત, અને અવ્યપદેશ્ય (ત્રણે કાળના) ધર્મો રૂપે રહેલા ગુણોનું ક્રમ વગરનું (એકી સાથે થતું) વિવેકજન્મ જ્ઞાન એવો અર્થ છે. આ વિશોકા નામની સિદ્ધિ છે, જેને પ્રાપ્ત કરીને યોગી સર્વજ્ઞ, નષ્ટ થયેલ ક્લેશ બંધનવાળો અને વશી બનીને વિહરે છે. ૪૯
तत्त्व वैशारदी
त एते ज्ञानक्रियारूपैश्वर्यहेतवः संयमाः साक्षात्पारम्पर्येण च स्वसिद्धयुपसंहारसंपादितश्रद्धाद्वारेण यदर्थास्तस्याः सत्त्वपुरुषान्यताख्यातेरवान्तरविभूतीर्दर्शयतिसत्त्वपुरुषान्यताख्यातिमात्रस्य सर्वभावाधिष्ठातृत्वं सर्वज्ञातृत्वं च । निर्धूतरजस्तमोमलतया वैशारद्यम् । ततः परा वशीकारसंज्ञा । रजस्तमोभ्यामुपप्लुतं हि चित्तसत्त्वमवश्यमासीत्,