Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
૩૯૨]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૫ર
बुद्धिनिर्माणः शब्दज्ञानानुपातो लौकिकानां व्युत्थितदर्शनानां वस्तुस्वरूप इवावभासते ।
क्षणस्तु वस्तुपतितः क्रमावलम्बी । क्रमश्च क्षणानन्तर्यात्मा । तं कालविदः काल इत्याचक्षते योगिनः । न च द्वौ क्षणौ सह भवतः । क्रमश्च न द्वयोः सहभुवोः असंभवात्, पूर्वस्मादुत्तरस्य भाविनो यदानन्तर्य क्षणस्य स क्रमः । तस्माद्वर्तमान एवैकः क्षणो न पूर्वोत्तरक्षणाः सन्तीति । तस्मानास्ति तत्समाहारः । ये तु भूतभाविन क्षणास्ते परिणामान्विता व्याख्येयाः। तेनैकेन क्षणेन कृत्स्नो लोकः परिणाममनुभवति । तत्क्षणोपारूढाः खल्वमी सर्वे धर्माः । तयोः क्षणतत्क्रमयोः संयमात्तयोः साक्षात्करणम् । ततश्च विवेकजं ज्ञानं प्रादुर्भवति ॥५२॥
દ્રવ્યનો અંતિમ ભાગ પરમાણુ છે, એમ કાળનો અંતિમ ભાગ ક્ષણ છે. પરમાણુ ગતિશીલ બનીને જેટલા સમયમાં પૂર્વદશ છોડી ઉત્તરદેશમાં જાય, એ સમય ક્ષણ છે. એનો અવિચ્છિન્ન પ્રવાહક્રમ છે. ક્ષણો અને એમનો ક્રમ વાસ્તવિક દૃષ્ટિએ એકીસાથે રહેતા નથી. તેથી મુહૂર્ત, રાત દિવસ વગેરે બુદ્ધિસમાહાર (માનસિક ખ્યાલ) છે. આ કાળ ખરેખર વસ્તુશૂન્ય છે, અને બુદ્ધિનિર્મિત છે, શબ્દજ્ઞાનને અનુસરીને થતો વિકલ્પમાત્ર છે, છતાં, વ્યસ્થિતચિત્તવાળા લૌકિક પુરુષોને એ જાણે કે વાસ્તવિક હોય એવો ભાસે છે.
પરંતુ ક્ષણ તો વાસ્તવિક છે અને ક્રમનું અવલંબન છે. એક પછી એક આવતી ક્ષણો ક્રમનો આત્મા (સ્વરૂપ) છે. એને કાળવિદ્ યોગીઓ કાળ કહે છે. બે ક્ષણો સાથે રહેતી નથી. એકી સાથે થનારાઓમાં ક્રમ હોતો નથી, કારણકે એ અસંભવિત છે. પહેલી ક્ષણ ગયા પછી આવનાર ક્ષણનું જે આનન્તર્ણ (પછી આવવાપણું) છે, એ ક્ષણનો ક્રમ છે. તેથી વર્તમાન જ એક ક્ષણ છે, પહેલાંની કે પછીની ક્ષણો નથી. તેથી એમનો સમાહાર (એકઠાપણું) નથી. ભૂતકાલીન અને ભાવી ક્ષણોને પદાર્થના વર્તમાન ક્ષણમાં થતા પરિણામ સાથે અનુગત તરીકે સમજવી સમજાવવી જોઈએ. તેથી એક ક્ષણમાં જ સંપૂર્ણ લોક પરિણામ અનુભવે છે. બધા ધર્મો ક્ષણ પર આરૂઢ થયેલા છે. ક્ષણ અને એના ક્રમ પર સંયમ કરીને એ બેનો સાક્ષાત્કાર કરવો