Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
૩૯૬ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૫૩
મૂકવામાં આવે તો, બંને આમળાંનો દેશ એકસરખો થવાથી આ પૂર્વનું અને આ ઉત્તરનું આમળું છે, એવો ભેદ જાણી શકાતો નથી, અને તત્ત્વજ્ઞાન તો અસંદિગ્ધ (સંશય વગરનું) હોવું જોઈએ. તેથી કહ્યું કે આ વિવેકજન્ય જ્ઞાનથી એવું નિઃસંદેહ જ્ઞાન થાય છે. કેવી રીતે ? પૂર્વના આમળાની સાથેની ક્ષણવાળો દેશ, ઉત્તરના આમળા સાથેની ક્ષણવાળા દેશ કરતાં જુદો છે. એ બે આમળાં પોતાના દેશ અને ક્ષણના અનુભવથી જુદાં છે. તેથી જુદા જુદા દેશ અને ક્ષણના અનુભવો એ બેના ભેદનો હેતુ છે. આ દૃષ્ટાન્તથી સમાન જાતિ, લક્ષણ અને દેશના પૂર્વ પરમાણુના દેશ સાથે રહેલી ક્ષણના સાક્ષાત્કારથી, ઉત્તરના પરમાણુમાં પણ એ જ દેશ હોય એ વાત યુક્તિયુક્ત નથી, તેથી ઉત્તરના પરમાણુનો પોતાના દેશનો અનુભવ ભિન્ન છે. કારણ કે એની સાથે રહેલી ક્ષણ ભિન્ન છે. આના લીધે ઈશ્વર અને યોગીને એ બેના ભેદનું જ્ઞાન થાય છે, એમ માનવું જોઈએ.
બીજા લોકો કહે છે કે અન્તિમ વિશેષો ભેદજ્ઞાન ઉત્પન્ન કરે છે. પરંતુ ત્યાં પણ દેશ અને લક્ષણનો ભેદ, તેમજ મૂર્તિ, વ્યવધાન (અંતર) અને જાતિનો ભેદ અન્યત્વ જ્ઞાનનો હેતુ છે. ક્ષણનો ભેદ તો યોગીની બુદ્ધિથી જ જાણી શકાય એવો છે. વાર્ષગણ્ય ઋષિએ કહ્યું છે : “મૂર્તિ, અંતર, અને જાતિના ભેદના અભાવને કારણે મૂળમાં પૃથક્પણું (ભેદ) નથી.” ૫૩
तत्त्व वैशारदी
यद्यप्येतद्विवेकजं ज्ञानं निःशेषभावविषयमित्यग्रे वक्ष्यते, तथाप्यतिसूक्ष्मत्वात्प्रथमं तस्य विषयविशेष उपक्षिप्यते-जातिलक्षणदेशैरन्यतानवच्छेदात्तुल्ययोस्ततः प्रतिपत्तिः । लौकिकानां जातिभेदोऽन्यताया ज्ञापकहेतुः । तुल्या जातिर्गोत्वम् । तुल्यश्च देश: पूर्वादिः । कालाक्षीस्वस्तिमत्योर्लक्षणभेदः परमिति । द्वयोरामलकयोस्तुल्यामलकत्वजातिः । वर्तुलत्वादि लक्षणं तुल्यम् । देशभेदः परमिति । यदा तु योगिज्ञानं जिज्ञासुना केनचित्पूर्वामलकमन्यव्यग्रस्य योगिनो ज्ञातुरुत्तरदेश उपावर्त्यते, उत्तरदेशमामलकं ततोऽपसार्य पिधाय वा तदा तुल्यदेशत्वे पूर्वमेतदुत्तरमेतदिति प्रविभागानुपपत्तिः प्राज्ञस्य लौकिकस्य त्रिप्रमाणानिपुणस्य । असन्दिग्धेन च तत्त्वज्ञानेन भवितव्यम् । विवेकजज्ञानवतो योगिनः संदिग्धत्वानुपपत्तेः । अत उक्तं सूत्रकृता - तत: प्रतिपत्तिः । तत इति व्याचष्टे - विवेकजज्ञानादिति ।