Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
પા. ૪ સૂ. ૫] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી
[૪૧૧
नानाकायवर्ति मनोनायकं न निरमास्यत, तन्निर्माणे त्वदोषः । न चैकं गृहीत्वा कृतं, प्रातिस्विकैर्मनोभिः कृतं वा नायकनिर्माणेन । निजस्यैव मनसो नायकत्वादिति वाच्यम् । प्रमाणसिद्धस्य नियोगपर्यनुयोगानुपपत्तेरिति । अत्र पुराणं भवति
एकस्तु प्रभुशक्त्या वै बहुधा भवतीश्वरः ।
भूत्वा यस्मात्तु बहुधा भवत्येकः पुनस्तु सः ॥ तस्माच्च मनसो भेदा जायन्ते चैत एव हि ।
(વાયુપુ. ૬૬/૬૪૨-૨૪૪)
।
एकधा स द्विधा चैव त्रिधा च बहुधा पुनः योगीश्वरः शरीराणि करोति विकरोति च ।
प्राप्नुयाद्विषयान्कैश्चित्कैश्चिदुग्रं तपश्चरेत् ॥
संहरेच्च पुनस्तानि सूर्यो रश्मिगणानिव । ( वायुपु० ६६ / १५२ ) રૂતિ । તવેતેનામિપ્રાયેળા-વહૂનાં વિજ્ઞાનામિતિ ॥
""
અનેક ચિત્તો હોય તો એક અભિપ્રાયનો અનુરોધ અને પરસ્પર અનુસંધાન નહીં થાય એમ કહ્યું. એના જવાબમાં પ્રસ્તુત સૂત્ર “ પ્રવૃત્તિભેદે...” વગેરેથી કહે છે કે યોગી અનેક ચિત્તોની પ્રવૃત્તિને પ્રેરનારું એક નિયામક ચિત્ત બનાવે છે. આવેા દોષ ત્યારે જ થાય જ્યારે ભિન્ન શરીરોમાં રહેલાં ચિત્તોનું એક નાયકચિત્ત બનાવાય નહીં. એનું નિર્માણ થાય તો દોષ આવે નહીં.
અનેક પ્રતિશરીર ભિન્ન ચિત્તો માટે એક નાયકચિત્ત બનાવવાની શી જરૂર છે ? યોગીનું પોતાનું જ ચિત્ત નાયકચિત્તનું કાર્ય કરશે, એમ કહેવું ન જોઈએ. કારણ કે જે વાત પ્રમાણસિદ્ધ છે, એમાં નવા તર્કો અને નવા પ્રશ્નો ઊભા ન કરવા જોઈએ. આ વિષે પુરાણ (પ્રમાણ) છે :
“એક ઈશ્વર (ઐશ્વર્યસંપન્ન યોગી) પોતાની પ્રભુશક્તિથી અનેક બને છે, અનેક બન્યા પછી પાછો એક બને છે. તેથી આવાં ભિન્ન મન ઉત્પન્ન થાય છે.” (વાયુપુરાણ, ૬૬, ૧૪૩-૧૪૪)
“યોગીશ્વર એક રૂપ, બે રૂપ, ત્રણ રૂપ, અનેક રૂપ વાળો બને છે. અનેક શરીરો ઉત્પન્ન કરે છે અને નષ્ટ કરે છે. કેટલાંક શરીરોથી વિષયો પ્રાપ્ત કરે છે, કેટલાંકથી ઉગ્ર તપ કરે છે, અને સૂર્ય પોતાનાં કિરણો સમેટી લે, એમ એ બધાંને સમેટી લે છે.’(વાયુપુરાણ, ૬૬,૧૫૨)
આવા અભિપ્રાયથી “બહુનાં ચિત્તાનાં...” વગેરે કહે છે. ૫